જંતુનાશક દવાઓ
જંતુનાશક દવા છંટકાવ
એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશક દવા વેચવા માટે મંજૂરી અપાઈ : નવીન સુધારામાં લાયસન્સ ધારકો અને રિટેલર્સ હવે ઇ-કોમર્સ કંપની દ્વારા જંતુનાશક દવાની ખરીદી અને વેચાણ કરી ખેડૂતોના ઘર સુધી પહોંચાડી શકશે
અમદાવાદ
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય (કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ), ભારત સરકાર એ નવી ગેઝેટ નોટિફિકેશન દ્વારા જંતુનાશક નિયમો 1971 માં બદલાવ જાહેર કર્યો છે. આ ગેજેટ નોટિફિકેશનમાં 24મી નવેમ્બર 2022 ના રોજ કૃષિ મંત્રાલય એ જંતુનાશક ધ્વાના ઓનલાઈન વેચાણ માટે એક નવો નિયમ ઉમેર્યો છે. જંતુનાશક દવાના નિયમો, 1971 માં સુધારો કરીને આ નવા નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવીન સુધારામાં લાયસન્સ ધારકો અને રિટેલર્સ હવે ઇ-કોમર્સ કંપની દ્વારા જંતુનાશક દવાની ખરીદી અને વેચાણ કરી ખેડૂતોના ઘર સુધી પહોંચાડી શકશે. ભારતીય કૃષિમાં ડીજીટલ ક્રાંતિ લાવી એગ્રી-ઇનપુટ કંપનીઓ અને એગ્રીગેટર્સ દ્વારા ખેડૂતોને કૃષિ પ્રોડક્ટની વિશાળ શ્રેણી સરળતાથી ઘર આંગણે પહોચાડી પાકનું ઉત્પાદન અને ખેડૂતની આવક વધારી ખેડૂતને સમૃદ્ધ બનાવવા સરકાર તરફથી તત્વરિત પણે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે . તાજેતરના વર્ષોમાં એગ્રી-ટેક અને ઇ-કોમર્સ કંપનીના ઉદયને કારણે એક જ ક્લિક દ્વારા આપણી કાર્ય કરવાની ક્ષમતા, એક બીજા સાથેનું જોડાણ જ્ઞાનની વહેચણી તથા વિવિધ મહત્ત્વપૂર્ણ અને સહાયક પ્રવુતિમાં સુધારો થયો છે, અને જેથી કરીને ગ્રામીણ વિસ્તારોમાં ટેક્નોલોજી પહોંચાડવામાં મદદ મળી છે, સાથે કૃષિ-પ્રોડક્ટ કે જે સ્થાનિક જગ્યાએ ઉપલબ્ધ નથી તે ઉપલબ્ધ કરાવી તેને સીધા ખેડૂતના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી છે. ઓનલાઇન પ્રોડક્ટો ખરીદવાનો અર્થ એવો પણ થાય છે કે ખેડૂત એક ગ્રાહક તરીકેકાયદેસર સરકાર માન્ય GST, એકાઉન્ટ નંબર ધરાવનાર યોગ્ય બીલ દ્વારા લેવડદેવડ કરે અને સ્ટાન્ડર્ડ અને સલામત ગ્રાહક તરીકે અનુભવ કરે. કાયદેસર અને યોગ્ય રીતે બીલિંગ કરીને એગ્રીટેક કંપનીઓ તેમના પ્રોડક્ટોની પ્રામાણિકતાની ખાતરી આપે છે. આ નવા સુધારાએ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ અને રિટેલર્સ બંને માટે ખૂબ જ જરૂરી સ્પષ્ટતા લાવી છે.સરકાર તરફથી આવેલો આ ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય કૃષિમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આગળ વધારવામાં અને ભારતીય ખેડૂતોને સમૃદ્ધ સશક્ત બનાવામાં ઈ-કોમર્સ અને એગ્રી-ટેક કંપનીઓને સમર્થન આપશે.
કેન્દ્ર સરકારે ખેતરમાં વપરાતા જંતુનાશક દવાઓને લઇને નિયમોમાં ફેરફાર કર્યો છે. જેને લઇને જંતુનાશકો દવા હવે ઘરે બેઠા મળી રહેશે. આ માટે જંતુનાશક દવાઓ વેચતી કંપનીઓએ લાઇસન્સ લેવું જરૂરી બનશે. સાથે દવાઓ બનાવતી કંપનીઓને લાયસન્સના નિયમોનું પાલન કરવાનું પણ જરૂરી બનશે. હવે ખેડૂતોને જંતુનાશક દવાઓ ખરીદવા બજારમાં જવુ પડશે નહીં. અને, ખેડૂતો ઘર બેઠા ઓર્ડર કરીને દવાઓ મેળવી શકશે. સાથે વપરાશ કેટલો કરવો તેની પણ માહિતી મળશે.
મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા આ દવાઓના વેચાણ કરવાની મંજુરી આપી છે. આ જંતુનાશકો દવાના વેચાણને કેન્દ્ર સરકારે કાયદાની રીતે મંજૂરી આપી છે. હવે કંપનીઓ કાયદેસર રીતે જંતુનાશક દવાનું વેચાણ કરી શકશે. નોંધનીય બાબત એ છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટને જ કાયદેસર રીતે જંતુનાશક દવા વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પગલે ખેડૂતોને હવે દવા લેવા જયાંને ત્યાં, દુકાને-દુકાને કે શહેરભરમાં ભટકવું નહીં પડે. તેમજ આ કેન્દ્ર સરકારાના આ નવા નિયમને લઇને આગામી દિવસોમાં જંતુનાશક દવાઓના ભાવમાં પણ ફેરફાર થશે એટલે કે જંતુનાશક દવાઓ હજું સસ્તી થવાની સંભાવના વરતાઈ રહી છે. આ સાથે જંતુનાશક દવાઓની બજારમાં સ્પર્ધામાં પણ વધારો નોંધાશે. અનેક જાત- જાતની જંતુનાશક દવા બજારમાં આવશે. જેથી ખેડૂતોના બગડતા પાકને જંતુનાશક દવાથી બચાવી શકાય. ભારતમાં દર વર્ષે હજારો હેક્ટરનો પાક જીવાતોને કારણે નાશ પામે છે. જેને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જોકે આવી સ્થિતિમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર વળતરની પણ જાહેરાત કરે છે. કૃષિ નિષ્ણાતોના મતાનુસાર, સોપારીના પાકને નુકસાન કરતા સૌથી સામાન્ય જંતુઓ મેલીબગ્સ, સ્કેલ અને સ્પાઈડર માઈટ છે. જો આ જંતુઓ બાબતે તાત્કાલિક કાળજી લેવામાં ન આવે તો, સોપારીનો છોડ સુકાઈ જાય છે. નોંધનીય છેકે ગઇકાલે જ પાક પર જંતુઓના પ્રકોપને રોકવા માટે કર્ણાટકના મુખ્યમંત્રીએ રૂ. 10 કરોડની સબસિડીની રકમ જાહેર કરી હતી. જેથી ખેડૂતો જંતુનાશક રસાયણોનો છંટકાવ કરી શકે અને, ખેડૂતો પોતાના પાકને બચાવી શકે.આ સાથે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે ઘણી કાળજી લે છે. અને ખેતી કરતા ખેડૂતોના દરેક મુશ્કેલીનો અંત આવે તેવા પ્રયત્નો સાથે કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ઉભી છે.