કોંગ્રેસની સરકાર બની રહી છે, શપથવિધિમાં પધારો, કંકુ, ચોખા, લઈને નોતરું આપવા આવ્યો છું- ફાયરબ્રાન્ડ જગદીશ ઠાકોર

Spread the love

બીજા તબક્કાના મતદાન માટે હવે માંડ બે દિવસ બાકી રહ્યા છે ત્યારે અંતિમચરણના પ્રચાર માટે કોંગ્રેસ દ્વારા પણ એડી ચોટીનું જાર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આજે દહેગામ તાલુકાના સાણોદામાં જંગી જનસભાને સંબોધી હતી અને ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલા ટીવી અને મીડિયામાં કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ ક્યાંય નથી. કોઈ ફાઇટ નથી કે કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં પણ નથી, નેતાઓ નથી, કાર્યકરો નથી પણ હવે તમે બધા જાણો છો કે તમારી મહેનતથી દિલ્હીના બાદશાહ સહિત તેમના મંત્રીઓ અને તેમના રાજ્ય સરકારના મુખ્યમંત્રીઓ સહિતના નેતાઓ પંદર દિવસથી ગુજરાતમાં ઉતરી પડ્યા છે પણ મેળ પડતો નથી.

જગદીશ ઠાકોરે કહ્યું કે, ઘણાને રાત્રે ઊંઘ પણ આવતી નથી અને ઊંઘની ગોળીઓ લેવી પડે છે. તમે લખી રાખજો કે કોંગ્રેસની સરકાર બની રહી છે અને અહીંયા જેટલી ગાડીઓ છે તેનાથી ત્રણ ગણી ગાડીઓ બાંધી રાખજો. તમારે કોંગ્રેસની નવી સરકારની શપથવિધિમાં આવવાનું છે. હું કંકુ અને ચોખા લઈને નોતરું આપવા માટે આવ્યો છું અને વચને બંધાવ છું. સરકાર તમે બનાવી રહ્યા છો અને તેના આશીર્વાદ લેવા માટે આવ્યો છું. તમારા બધાનો ટેકો અને પરિવારની મજૂરીથી અને તમારી તાકાતથી કોંગ્રેસની સરકાર બની રહી છે. સાણોદામાં તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું તેવું પણ તેમણે કહ્યું હતું. જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસને જીતાડવા માટે પાંચમી તારીખે ૧૦૦ ટકા મતદાન કરજો અને કોઈ મતદાનથી બાકી ન રહે તેની પણ તકેદારી રાખજો. વખતસિંહ જેવા યુવાન પસંદ કર્યા છે, ઉમેદવારો તો અનેક હતા, વખતસિંહ કરતા શક્તિશાળી હતા પણ પક્ષે પસંદગી કરીને તમામ લોકો કામે લાગ્યા છે. જંગી બહુમતિથી દહેગામમા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા હાકલ કરી હતી. સરકાર તમારી બની રહી છે અને સરકાર તમે બનાવી રહ્યા છો, સરકારની શપથવિધિમાં તમે પધારો. હેલિકોપ્ટરમાં તમારો આશીર્વાદ લેવા આવ્યો છું અને અહીંથી દેવકરણના મુવાડા જાવ છું. સરકાર બન્યા પછી પણ તમને મળવા માટે આવીશ તેવું પણ તેમણે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com