અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં એક 22 વર્ષીય સેલ્સ એક્ઝિક્યુટિવે શુક્રવારે એક ફરિયાદ નોંધાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પૂર્વ પ્રેમીની પત્ની સહિત ત્રણ મહિલાઓએ તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં મરચાની ભૂકી નાંખી હતી અને તેની સાથે મારામારી કરી હતી. પોતાની FIRમાં મહિલાએ કહ્યું કે, તે નારણપુરા ક્ષેત્રમાં આવેલી કપડાંની દુકાનમાં ગિરીશ ગોસ્વામી માટે કામ કરતી હતી. દરમિયાન ફરિયાદકર્તા અને ગિરીશની વચ્ચે પ્રેમ શરૂ થઈ ગયો. ફરિયાદકર્તા અને ગિરીશ બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા, ત્યારબાદ મહિલાએ આ સંબંધ તોડી નાંખ્યો અને વસ્ત્રાપુર સ્થિત એક કપડાંની દુકાનમાં કામ કરવા માંડી. બે મહિના પહેલા ગિરીશે ફરિયાદ કરનારને વાતચીત માટે બોલાવી. ગિરીશની પત્નીને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે ફરિયાદ કરનારી મહિલા પર હુમલો કરી દીધો.
રિપોર્ટ અનુસાર, ગુરુવારે સવારે 9.45 વાગ્યે જ્યારે ફરિયાદકર્તા વાડજ સ્થિત પોતાના ઘરથી પ્રગતિનગર તરફ જઈ રહી હતી, ત્યારે ગિરીશની પત્ની જાનૂ અને તેની ફ્રેન્ડ રિંકા ગોસ્વામી એક સ્કૂટર પર ત્યાં પહોંચ્યા અને તેમણે ફરિયાદકર્તાને વચ્ચે બેસાડી દીધી. પછી તેને એક જગ્યાએ લઈ ગયા, જ્યાં જાનૂની બહેનપણી ઠાકુરી ગોસ્વામી પહેલાથી જ હાજર હતી. પછી ફરિયાદ કરનારી મહિલાને રૂમમાં બંધ કરી દીધી. ત્યારબાદ ઠાકુરીએ જાનૂ અને રિંકાને ફરિયાદકર્તાના કપડાં ઉતારવા કહ્યું અને પછી તેના પ્રાઈવેટ પાર્ટ્સમાં લાલ મરચાનો પાવડર ભરી દીધો. જ્યારે હું બળતરાને દુઃખાવાથી બૂમો પાડી રહી હતી, તો તેમણે મારો વીડિયો પણ બનાવ્યો. સાથે જ FIRમાં કહેવમાં આવ્યું છે કે, ત્યારબાજ જાનૂએ ફરિયાદકર્તા પાસે 50 લાખ રૂપિયા માંગ્યા. તેમજ ધમકી આપી હતી કે, જો તે ફરી ગિરીશને મળશે તો તે તેના પર એસિડ એટેક કરી દેશે. પોલીસે ત્રણેય આરોપી મહિલાઓની અપહરણ, નુકસાન પહોંચાડવું, આપરાધિક ધમકીના મામલામાં ધરપકડ કરી લીધી છે.