પૂર્વમાં ૧૬૩ યુનિટોને ફૂટપાથ – રોડ પર દબાણ તથા ગંદકીના લીધે રૂ.૬૮,૪૦૦ વસુલ કરાયા

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ / જંક્શન પરના દબાણ / મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ / બિન-પરવાનગીના બાંધકામો દુર કરવા સંબંધિત કામગીરીની ઝુંબેશના ભાગરૂપે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઝોન) ની રાહબરી/માર્ગદર્શન હેઠળ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી ન કરવા બાબતે દબાણકર્તાઓને રોડ ઉપર કચરો ન ફેકવા સમજૂતી આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત દરેક સબ-ઝોનલ કચેરીમાંથી જેમાં ભાઈપુરા તથા રામોલ-હાથીજણ વોર્ડમાં સી.ટી.એમ. ગ્રીન શાકમાર્કેટ તથા જશોદાનગર ચાર રસ્તા થી હાથીજણ થઇ રામોલ ટોલ ટેક્ષ થઇ આર.ટી.ઓ. રોડ પરના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૨- નંગ લારી, ૦૨-નંગ લાકડાના ટેબલ, ૩૫-નંગ નાના/મોટા બોર્ડ તથા ૫૭-નંગ , વસ્ત્રાલ વોર્ડમાં આર.ટી.ઓ. રોડ, વસ્ત્રાલ પરના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી ૦૧-નંગ લારી, ૦૧-નંગ જુની ભંગાર બાઈક, ૦૨-નંગ વજન કાંટા, ૧૦-નંગ નાના/મોટા બોર્ડ તથા ૧૮-નંગ , વિરાટનગર વોર્ડમાં ડાયમંડ મીલ થી ઠક્કરનગર એપ્રોચ થઇ રાજેન્દ્રપાર્ક ચાર સુધીના ટી.પી.રસ્તા, ફૂટપાથ તથા જંક્શન પરથી આશરે ૨૦ જેટલા રેમ્પ દૂર કરેલ છે અને ૦૧-નંગ ફોલ્ડીંગ ટેબલ, ૦૩-નંગ કેરેટ, ૧૫- નંગ નાના/મોટા બોર્ડ તથા ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

જાહેર ખબર વિભાગ દ્વારા નિકોલ વોર્ડ માંથી ૧૮૦-નંગ નાના/મોટા બોર્ડ દૂર/જપ્ત કરી રૂ.૬૦,૦૦૦/- વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો. પૂર્વ ઝોન વિસ્તારમાં જેટ ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર કુલ-૧૬૩ યુનિટોને ફૂટપાથ/રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરી રૂ.૫,૪૦૦/- વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો આમ પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ ૦૩-નંગ લારી, ૦૧-નંગ જુની ભંગાર બાઈક, ૦૨-નંગ લાકડાના ટેબલ, ૦૧-નંગ ફોલ્ડીંગ ટેબલ, ૦૨-નંગ વજન કાંટા, ૦૩-નંગ કેરેટ, ૨૪૦-નંગ નાના/મોટા બોર્ડ તથા ૯૬-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે અને આશરે ૨૦ જેટલા રેમ્પ દૂર કરેલ છે તથા જેટ ટીમ દ્વારા જુદા-જુદા વોર્ડના મુખ્ય રસ્તા ઉપર કુલ-૧૬૩ યુનિટોને ફૂટપાથ/રોડ પર દબાણ તથા ગંદકી ન કરવા જાણ કરેલ છે તથા કુલ વહીવટી ચાર્જ રૂ.૬૮,૪૦૦/- વસૂલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com