દેશમાં મોબાઇલનું ઘેલું લાગ્યું છે, ત્યારે મોબાઈલ દ્વારા અનેકના નાણા તફડાવી લેતી ગેંગ સક્રિય હતી, ત્યારે હવે નવા ગુના કરવામાં નવી મોડેસ ઓપરેન્ડી વાપરતી આ ગેંગ થઈ ગઇ છે ,ત્યારે અન્ય દેશો ,રાજ્યોમાંથી આ ગેંગ પહેલા લોન ના નામે તમને તાત્કાલિક લોનની વાત કરે છે ,પછી તમારા ખાતામાં અમુક રકમ નાખે છે અને નાખ્યા બાદ વિડીયો કોલ કરીને જણાવે છે કે મેડમ તમારા ખાતામાં તમે લોન માંગી હતી ,તે લોન ખાતામાં મોકલી છે, આવી રીતે વાતો કરીને વિડીયો કોલ માં થતી વાતો ના ફોટા આ મહિલાઓના લઈને પછી લોન જે નાની રકમની નાખી હોય તે ડબલ રકમમાં ફોન કરીને ઉઘરાણી કરે છે, પછી મહિલાના જે ફોટા હતા ,તે ફોટા ને એડિટ કરીને રોક્સ રેકેટ ના ફોટા બનાવડાવીને તે મહિલાને ફોનમાં મોકલીને ધમકી આપે છે કે આટલા નાણાં તાત્કાલિક ખાતામાં નાખી દો, નહિતર અન્ય મોબાઇલમાં આ વિડીયો તથા ફોટા વાયરલ કરી દઈશ ,ત્યારે ઘણીવાર મહિલા બદનામીના ડરે રકમ નાખી દે છે, પછી રકમ નાખ્યા બાદ પંદર દિવસે ફોન કરીને આ પંટરીઓ મહિલાઓને હેરાન પરેશાન કરીને નાણા મેળવવા બ્લેકમેલિંગ કરે છે. GJ-18 ખાતે એક મહિલાને આવી રીતે બ્લેકમેલિંગ કરતી હોવાની ઘટના સામે આવી છે, ત્યારે GJ-18 ન્યુ ખાતે રહેતી આ મહિલાને હિન્દી ભાષામાં બોલતા અને લોન ની રકમ ૧,૬૦૦ નાખ્યા બાદ ૩,૦૦૦ ની ઉઘરાણી કરેલ, ત્યારબાદ ૩૦૦૦ ઉઘરાણી બાદ ઘેટી ફસાઈ જતા અને મોબાઈલ વીડિયોમાં વાત કરતા તે મહિલાનો ફોટો મેળવીને વિડીયો કોલ દ્વારા ફોન કરીને આ ફોટો મેળવેલ ,જેમાં એડિટ કરીને મહિલાને બદનામ કરવા અન્ય એડિટ સાથેના ફોટા મોબાઇલમાં તેને મોકલીને બ્લેકમેઇલ કરતા હોવાનો કિસ્સો સામે આવેલ અને મહિલા ફોન કરી દેતો અડધી રાત્રે ફોનની ઘંટડી વગાડતા રહે અને આ કિસ્સામાં મહિલા પોલીસ ફરિયાદ કરવા પણ તૈયાર થઈ છે, ત્યારે પોલીસ એકબીજાને આ કિસ્સામાં ખો આપી રહી છે, હવે જે પોલીસ સ્ટેશન ઈમ્પોસિટી લાગતું હોય તો કહે ,આ નંબર, ફલાણા નંબર ઉપર ફોન કરો અને એ ફોન રવિવારે કરતા ન ઉપાડતા ફરિયાદીને પોતાને ન્યાય મેળવવા આમ તેમ ફરવું પડે છે, ત્યારે સાયબર ક્રાઇમ પણ નામનું જ હોય તેમ નામ બડે દર્શન ખોટે, તેવો ઘાટ સર્જાયો છે ,ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા જે આરોપીઓને ફોન કરીને મોબાઈલમાં ચેટિંગ કરેલ હોય તેમાં બોલાવે છે ત્યારે કેટલા આરોપીઓ સામે ગુનાઓ દાખલ કર્યો? તે મોટો પ્રશ્ન છે, ત્યારે ગુજરાતમાં હવે મહિલાઓ સુરક્ષિત નથી ,તેનું કારણ પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં ગલ્લા તલ્લા ના કારણે ફરિયાદ કરવા મહિલાઓને ધક્કા ધુક્કી ના કારણે દૂર ભાગવું પડે છે, ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી કડક છાપ ધરાવે છે, ત્યારે સાયબર ક્રાઇમના ગુન્હા શોધવા અનેક ટીમો રચીને અનેક સફળતાના દાવો ખોટા છે , ત્યારે ગૃહમંત્રી સાયબર ક્રાઇમની એક મુલાકાત લો જે નંબર આપ્યો છે ,ફરિયાદ કરવા તે નંબર પર ફોન પણ ઉપાડતા નહીં હોવાની લોકોની ફરિયાદ છે.
પોલીસ સ્ટેશને લગાડેલું પાટીયુ – હું તમારી શું મદદ કરી શકું ? પણ કોઈ જ મદદ થતી નથી ,તેવો કિસ્સો સામે આવ્યો છે, હેલ્પલાઇનમાં ફોન કરતા ફોન પણ ઉપાડતા નહીં હોવાની રાવ, ત્યારે ઓનલાઇન ચેટિંગ કરતી ગેંગ હવે નવા મોડેસ ઓપરેન્ડીથી મહિલાઓને લૂંટી રહી છે.
મહિલાઓને લોન આપવાના બહાને વિડીયો કોલ કરીને તેમના ફોટા મેળવીને પોતે ફોટા એડિટ કરીને આ ગેંગ મહિલાઓને બ્લેકમેલિંગ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે ,ત્યારે આ પ્રશ્ને ગંભીરતા લેવાની જરૂર છે, જાયે તો જાયે કહા,
ગૃહ મંત્રી પાસે ફરિયાદ જાય તો ત્વ રીત નિકાલ આવે, પણ ઇમરજન્સી આવે ત્યારે પોલીસ ટોટા ગળાવે છે, સાયબર ક્રાઇમના હેલ્પલાઇના નંબર ઉપાડતા ન હોવાની પણ અરજદાર જણાવે છે.