ભરોસાની ભેંસે પાડો જણ્યો, તિજાેરી, ખુરશી, ધોકેણા કીટ, ભુંગળા સિસ્ટમની ગ્રાન્ટ વાપરીને ખોટા ખર્ચા બંધ કરો

Spread the love

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરોડોની નહી અબજાે રૂપિયાની ગ્રાન્ટો વિકાસ માટે દરેક મનપામાં આપવામાં આવે છે, પહેલા કહેવાતું હતું કે દિલ્હીથી આવતી ગ્રાન્ટ ગુજરાત આવતા ૧૦૦ રૂપિયાની નોટ ૨૦ રૂપિયા થઈ જતી હતી, તે લીકેજને આદરણીય પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રીએ ડાટો મારી દીધો છે, ભ્રષ્ટાચાર નુ લીકેજ બંધ કરી દીધું છે ,ત્યારે પૂરેપૂરા નાણા મનપાને મળે છે, ત્યારે અહીંયા તો મોટા ખોટા ખર્ચાના વાલ્વ ખોલી દીધા છે. જેને ઉલેચવુ હોય એ ઉલેચે, ત્યારે મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ ખુરશી, તિજાેરી ,સાઉન્ડ સિસ્ટમ (ભૂંગળા) રમવાની કીટ (ધોકેણા) માં ખર્ચા કરીને લાખના બાર હજાર જેવો ઘાટ સર્જાયો છે, ચિંતા શેની ? મોદી દાદા, અમિત કાકા ,ભુપેન્દ્ર કાકા છે ને, મોકલાવશે, ત્યારે પીએમ, કેન્દ્રીય ગૃહ મંત્રી ,મુખ્યમંત્રી એ હવે સરકાર ઉપર જ ર્નિભર રહેવાની મનપા હોય કે પાલિકાઓ આ બધાને હવે આર્ત્મનિભર કરાવો ,ક્યાં સુધી ઘર ચલાવશો, છોકરા બગડી ગયા છે. ખોટા ખર્ચાના હિસાબ- કિતાબ તપાસશો તો ખ્યાલ આવશે કે લાખના બાર હજાર કર્યા છે, હા ,તિજાેરી, ખુરશી ભૂંગળા સિસ્ટમથી તો નગરજનોની સંસ્થાઓ ધરાવતી જ નથી, બધાની બજાઈ જાય છે .એક એક સસ્તા પાસે તિજાેરી, ખુરશીઓથી લઈને મનપા દ્વારા આપેલી ચીજ વસ્તુઓનો ખજાનો પડ્યો છે પંખા, તિજાેરીની તો દુકાનો ખોલી હોય તેમ સંસ્થાઓએ ઉલેચી છે ,આખા ગામમાં ભીખ માગતી બે ત્રણ સંસ્થાઓ એ તો ડઝનથી વધારે તિજાેરી ભેગી કરી લીધી છે.
જશુભાઈ જાેરદાર સામે કોંગ્રેસના અંકિત મરોડદાર બનીને તંત્ર, સતાધીશો સામે પ્રજાના પ્રશ્નો અને વધારેલા ટેક્સને મરોડી રહ્યા છે, શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ,મનપા હવે નથી જાેઈતી ,અમારી નોટિફાઇડ સારી હતી, વિકાસની વાતોના વડા ની વાતો કરીને થાળી વાટકો, ચટણી પણ ચરકી ગયા જેવો ઘાટ સર્જાયો છે ગ્રામ્ય માં જે ટેક્સ આવતો હતો ગ્રામ પંચાયતનો, તે વધારો આવતા ટેક્સ ભરનારા ની સંખ્યા ઓછી થશે ,ત્યારે બોર્ડ, નિગમો, સરકારી સાહસો ,કચેરીઓના કરોડોના ટેક્સ બાકી છે, ત્યારે ઉઘરાણીના નામે પત્ર વ્યવહાર કરીને ફક્ત આનંદ માણવાનો ,બાકી કોઈ નગરજનો ટેક્સ બાકી હોય તો ૧૮ ટકા વ્યાજ સાથે વસૂલવાની કવાયત તેજ કરીને પઠાણી ઉઘરાણી કરવામાં આવે, ત્યારે સચિવાલયથી લઈને અનેક ટેક્સો, ભાડા દુકાનના બાકી છે, મનપા આવકનો સ્ત્રોત નવો ઊભો કરવા અનેક પાસાઓ છે, તે પાસાઓનો અભ્યાસ કર્યા વગર જ દે ઠોક ટેક્સ વધારી દેતા પ્રજામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે્‌, ત્યારે ખોબે ખોબે મતો આપીને ૪૧ સીટોની ભવ્ય જીત મનપાને આપી, ત્યારે વિરોધ પક્ષ જ રહેવા ન દીધો ,ત્યારે હવે વિરોધ પક્ષ હોવા જાેઈએ ,ત્યારે કોંગ્રેસના અંકિત બારોટે ટેક્સ વધારાના પ્રશ્ને પીપુડી નહીં પીપુડો વગાડ્યો અને આ પીપુડો તંત્ર, સત્તાધીશો ને ભલે કાને નથી સંભળાયો, પણ નગરજનો જે ટેક્સ ભરે છે, તેમના કાને લમણાની જેમ આવીને સંભળાયો છે, દરેક જગ્યાએ આ વિષયની ચર્ચા થઈ રહી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર કાકા હવે તમે દરમિયાનગીરી કરો તેવું સૌ ઇચ્છે છે, પ્રજાની નાડ પારખવામાં અને પ્રજાના કામો કરવામાં માહિર હવે તમે મનપાને ખખડાવો, તપાસ કરવી હોય તો ખુરશી, સાઉન્ડ સિસ્ટમ (ભૂંગળા), તિજાેરી ,સુ આની જરૂર છે ,ખરી? શું કામ મહખોટા ખર્ચા? ગ્રામ્ય વિસ્તારમાં કફોડી હાલત છે, અનેક વિસ્તારો જે હમણાં જ મનપામાં ભળ્યા છે , તેમાં ગ્રામજનો હવે તોબા પોકારી ગયા છે. મનપા દ્વારા સ્માર્ટ સિટીની જે ગ્રાન્ટો આવે છે ,તે અબજાે રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવ્યા છે, તેમાંથી ૧ હજાર કરોડ વપરાઈ ગયા ,ભાઈ ક્યાંય ૧,૦૦૦ કરોડ વપરાયા, તે જાેઈએ તેવું દેખાતું નથી ,મોદી દાદા, અમિત કાકા, ભૂપેન્દ્ર કાકા હવે પૈસા આપવાનું બંધ કરો. છોકરાઓને તેનું ઘર ચલાવવા દો, ક્યાં સુધી તમે ઘર ચલાવશો, બેફામ ખર્ચા થઈ રહ્યા હોય અને પ્રજાના કામોમાં જે વાતોના વડા છે, બગીચા આટલા બનાવવામાં આવશે, ૧ થી ૩૦ સેક્ટરમાં જગ્યા બતાવો બગીચાની, રીનોવેશન માં કરોડોની ચાદર ઓઢાઈ જાય છે, નગરજનોને જે ઝાટકો વાગ્યો છે, તે હવે ૪૪૦ વોલ્ટનો વાગ્યો છે. સ્મશાનોનો વિકાસ સારી વાત છે, પણ દર વર્ષે બગીચા નુ રિનોવેશન ના કરોડોના ખર્ચા કરીને ઘણી જ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો માલમાલ થઈ ગયા છે, હવે બધાને દૂધણી ગાય મનપા જ દેખાય છે..અને મનપા દૂઝણી ગાય પ્રજાને દોહી રહી છે.
ટેક્સના વધારાથી પ્રજામાં ભારે આક્રોશ, ય્ત્ન- ૧૮ ન્યુ ખાતે જે વેપારીઓ માંડ ધંધા ,રોજગાર પર કોરોના બાદ ચડ્યા છે, તેમાં પાટું મારવા જેવી સ્થિતિ સર્જાય છે,
ખોટા ખર્ચાઓ અનેક છે,બંધ કરો, મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ તિજાેરી, ખુરશીઓ, સાઉન્ડ સિસ્ટમ (ભૂંગળા),રમવાની કીટો ,જે સંસ્થાઓ, મંડળો લઈ ગયા છે, તે ધરાતા જ નથી, મોટાભાગની સંસ્થાઓ પાસે ત્રણ ગણી ચીજ વસ્તુઓ છે.
મેયર દ્વારા દોરી રોડ ,રસ્તા પર ન દેખાય, કોઈને ઈજા ના થાય, તે માટે જે કવાયત કરીને એક કિલોના?૨૦૦ લેખે લીધી, તે સરાહનીય કામ કર્યું છે. અત્યારે ક્યાંય દોરી દેખાતી નથી, ત્યારે તે પણ પોતાના સ્વખર્ચે
શૌચાલયોની ભૂંડી હાલત છે ,એકવાર એસી માંથી બહાર નીકળીને શૌચાલય તપાસો, સિવિલમાં સોનોગ્રાફીની લાઈનો છે, ત્યારે આરોગ્યમાં ખર્ચ કરો, સરકારી દવાખાના સેક્ટરોમાં આવેલા છે ,ત્યાં લેબ ઊભી કરો ,આ જરૂરિયાત છે ,બાકીના ધોકેણા, ભૂંગળા,આપીને રમો અને ભજન કરો તે ક્યાં સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com