ડેપ્યુટી કમિશનર સી. આર.ખરસાણ , Amc પબ્લિસિટી વિભાગના ચિરાગ પટેલ અને માહિતીના દિવ્યેશ વ્યાસ પત્રકાર પરિષદમાં હાજર
વિદેશી ડેલિગેટ્સને તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે રોકાણ અપાયું છે : ડેલિગેટ્સ ઓટો રિક્ષામાં અમદાવાદ ફર્યા, લો-ગાર્ડનમાં ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા, સિદી સૈયદની જાળીની અને ગાંધી આશ્રમની મુલાકાત લીધી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન નાં ડેપ્યુટી કમિશનર સી. આર.ખરસાણે મીડીયા ને માહિતી આપતા જણાવ્યું હતું કે સિટી શેરપા બેઠકનો ગુરુવારથી આરંભ થયો હતો. પ્રથમ દિવસના બીજા સત્રમાં અર્બન-20ની અગાઉની સાઇકલમાં થયેલી કામગીરી અને હવે પછીના એડવોકસી સ્ટ્રેટેજી વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી તથા પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. અર્બન-20 સાઇકલ કેવી રીતે કામ કરશે અને તેનાથી શું પરિણામ આવશે એ વિશે અર્બન-20 કન્વીનર્સ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.અર્બન 20 સાઇકલમાં શું થશે?-9 અને 10 ફેબ્રુઆરીએ શેરપા ઇન્સેપ્શન બેઠક માં અર્બન-20 એડવોકસી બેઠક- અર્બન-20 સમિટ (મેયર્સ સમિટ)- જી-20 સમિટ એડવોકસી સ્ટ્રેટેજી શું છે? તેનાથી શું પરિણામ આવશે?એડવોકસી સ્ટ્રેટેજીમાં શહેરો માટે અગત્યની એવી પ્રાથમિકતાઓ પારખવામાં આવે છે. તથા આ પ્રાથમિકતાઓ સાથે સંબંધિત નીતિ નિર્ધારકો અને ભાગીદારો (સ્ટેકહોલ્ડર્સ)ની ઓળખ પણ કરવામાં આવે છે. બાદમાં જી-20ના સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવે છે. જેથી અર્બન-20ના સભ્ય દેશોના શહેરોમાં તેનો અસરકારક અમલ કરી શકાય. શહેરી આયોજનના વિવિધ મુદ્દે યોજાનાર બેઠકો (એન્ગેજમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ)28 માર્ચ જી-7 શહેરી વિકાસ મંત્રીઓની અર્બન ટ્રાન્સફોર્મેશન પ્રાયોરિટીઝ મુદ્દે બેઠક,
26-28 એપ્રિલસિટી સમિટ ઓફ ધ અમેરિકા ઝક્લાઇમેટ ફાયનાન્સ પર ફોકસ ,
23 જૂનપેરિસમાં મેક્રો ક્લાઇમેટ ફાયનાન્સ સમિટ,
5-9 જૂનઅર્બન એસડીજી11 મુદ્દે હેબિટાટ એસેમ્બલી,
11-19 જુલાઇ યુએન-હાઇ લેવલ પોલિટીકલ ફોરમ અને એસડીજી 11 રીવ્યૂ
7-8 જુલાઇ મેયર્સ સમિટ અમદાવાદમાં અર્બન-20 મેયર્સ સમિટ થશે. જેમાં યુ-20ના નિર્ધારીત મુદ્દાઓ જી-20ને સુપરત કરવામાં આવશે.
19-20 સપ્ટેમ્બર યુએન એસડીજી સમિટ, ન્યૂયોર્ક 19 સપ્ટેમ્બરયુએન જનરલ એસેમ્બલી એન્ડ ક્લાઇમેટ એમ્બીશન સમિટ,
ન્યૂયોર્ક 30 નવેમ્બર-12 ડિસેમ્બરકોપ-28 બેઠકમાં અર્બન-20ના મેસેજને વેગ મળશે.
જી-20ની ભારતની અધ્યક્ષતા હેઠળ આગામી સપ્ટેમ્બરમાં લીડર્સ બેઠક મળશે. જી-20ના એક મહત્ત્વના એન્ગેજમેન્ટ ગ્રુપ અર્બન-20ની સિટી શેરપા બેઠકનો ગુરુવારથી અમદાવાદમાં પ્રારંભ થયો હતો. 35થી વધુ વિવિધ દેશોના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. બેઠકમાં શહેરીકરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સુરક્ષા તથા અન્ય મહત્ત્વની પ્રાથમિકતાઓ પર ચર્ચા થઈ રહી છે. પ્રથમ દિવસે ઓપનીંગ સેરેમીન પછીના બીજા સત્રમાં ભારતના જી-20 શેરપા અમિતાભ કાંતે પ્રારંભિક ટિપ્પણી કરી હતી. બાદમાં કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ વિભાગના સચિવ મનોજ જોશીએ ઇન્ડિયાઝ અર્બન ઇમ્પેરેટીવ મુદ્દે વિશેષ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેરોના વિકાસ રાષ્ટ્રને વિકાસની દિશામાં આગળ લઈ જાય છે. તેમણે કહ્યું હતું કે આગામી 25 વર્ષમાં નાણાકીય સ્ત્રોતોને લઈને મોટો ફેરફાર આવશે. તેમણે કહ્યું હતું કે ઇકોનોમિક ઝોનના ત્રણ ઝોનના વિવિધ મુદ્દાઓ મહત્ત્વના છે. જેમાં સિવિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ઝડપી શહેરીકરણનો સમાવેશ થાય છે. બાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપના ચેર સોલોમન આરોકીરાજે વિકાસ માટે શહેરીકરણ કેવી રીતે મદદરુપ બની શકે છે એ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે શહેરોએ ફાયનાન્સ માટેના ખાનગી મોડેલ્સ પર ફોકસ કરવો જોઈએ.
એ પછી ડિઝસ્ટર રીસ્ક રીડક્શન વર્કિંગ ગ્રુપના ચેર કમલ કિશોરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં ડિજીટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્ચું હતું કે વિશ્વની અડધી વસ્તી શહેરોમાં વસે છે. તેમની આજીવિકા અને જીવનશૈલીની સુરક્ષા સૌથી મહત્ત્વની પ્રાથમિકતા છે. સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે તુર્કિયેમાં આવેલા ભયાવહ ભૂકંપના પીડિતો માટે ભારત કેવી રીતે મદદ પહોંચાડી રહ્યું છે.
કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી વિભાગના સિનિયર ડાયરેક્ટર ડો.સંદીપ ચેટરજીએ ઉચ્ચ સ્તરની ડિજીટલ લિટરસીથી સજ્જ દેશની યુવા વસ્તી અંગે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે એક વર્લ્ડ લીડર તરીકે ભારત સસ્તા દરે ઇન્ટરનેટ પૂરું પાડે છે. સાથે જ માહિતીનું આદાનપ્રદાન પણ મુક્ત છે. ભારત પોતાના નાગરિકોને ડેટા પ્રોટેક્શન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશન પૂરું પાડે છે. ભારત ડિજીટલ ઇકોનોમી પર ભાર મૂકે છે.ડેલિગેટ્સ ઓટો રિક્ષામાં અમદાવાદ ફર્યા, લો-ગાર્ડનમાં ટ્રેડિશનલ ડ્રેસ ખરીદ્યા, સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી.
ભારતમાં પહેલીવાર અમદાવાદમાં અર્બન-20 બેઠક યોજાઈ રહી છે. મંગળવારથી દેશ વિદેશના ડેલિગેટ્સનું આગમન શરૂ થઈ ગયું છે. 35થી વધુ વિવિધ દેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. બુધવારે અમદાવાદ એરપોર્ટ પર આગમન વખતે ડેલિગેટ્સનું પરંપરાગત ગુજરાતી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્કના ડેપ્યુટી કમિશનર દિલિપ ચૌહાણ ગુજરાતી કલાકારો સાથે ગરબે પણ ઘૂમ્યાં હતા. ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળના સભ્યો એરપોર્ટ પર ગુજરાતી કલાકારોને નિહાળીને ખુશખુશાલ થઈ ગયા હતા. એટલું જ નહીં તેમણે ટ્રેડિશનલ ચણિયાચોળીમાં સજ્જ યુવતીઓને તેમના ડ્રેસ વિશે પૃચ્છા પણ કરી હતી. તથા આ પ્રકારના ડ્રેસ ક્યાં મળે એ વિશે જાણકારી મેળવી હતી. તેમણે જ્યારે જણાવવામાં આવ્યું કે લો-ગાર્ડન ખાતેના બજારમાં ટ્રેડિનશલ ડ્રેસ મળે છે ત્યારે ઇન્ડોનેશિયાના જૂથે બાદમાં લો-ગાર્ડનની મુલાકાત પણ લીધી હતી.
વિદેશી ડેલિગેટ્સને તાજ સ્કાયલાઇન હોટેલ ખાતે રોકાણ અપાયું છે. બુધવારે ચેક-ઇન બાદ વિવિધ દેશના ડેલિગેટ્સે પોતાની રીતે ઑટો રિક્ષામાં બેસીને અમદાવાદની સહેલ કરી હતી. જાકાર્તાથી આવેલા પ્રતિનિધિમંડળના ડો.શ્રી હારાયતી, ફેરી વિબો સુગીહાર્તો સહિતના સભ્યોએ બાદમાં લો-ગાર્ડન ખાતે પરંપરાગત ગુજરાતી ડ્રેસની ખરીદી કરી હતી તથા સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાની મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકના ભાગરુપ ગુરુ અને શુક્રવારે બે દિવસ ગંભીર ચર્ચાઓ થશે ત્યારે એ પહેલા શહેરમાં આગમનના દિવસે ડેલિગેટ્સ શહેરની મુલાકાત લઈને અમદાવાદના વાતાવરણ તથા કલ્ચર સાથે ઓતપ્રોત થયા હતા. બુધવારે સાંજે જ ડેલિગેટ્સે અડાલજની વાવની પણ મુલાકાત લીધી હતી. અર્બન-20 બેઠકની પ્રાથમિકતાઓમાં જળ સુરક્ષાનો પણ સમાવેશ થાય છે ત્યારે સેંકડો વર્ષ જૂની અડાલજની વાવની મુલાકાતનું વિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે અર્બન-20 બેઠકમાં બાર્સેલોના, સાઓ પાઓલો, મિલાન, બ્યુએનોસ એરિસ, ડર્બન, પેરિસ, જોહાનિસબર્ગ, મેડ્રીડ,ટોકિયો, ઇઝમીર,જાકાર્તા, લોસ એન્જેલસ, મેક્સિકો સિટી, ન્યૂયોર્ક, રિયાધ, ક્વિટો, સાઉથ ઢાકા, પોર્ટ લુઇસ સહિતના શહેરોના પ્રતિનિધિઓ સામેલ થશે. સાથે જ ક્લાઇમેટ 40 (C-40) ગ્રુપના વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ સામેલ થશે.