GJ-18 મહાનગરપાલિકા દ્વારા અગાઉ ની મિટિંગમાં રહેણાંક વિસ્તારમાં મિલકત વેરામાં એક મીટર દીઠ પહેલા દસ રૂપિયા હતા તે વધારીને ₹15 ની માંગ કરાઈ હતી, અને વાણિજ્યમાં એક મીટર દીઠ 20 રૂપિયા સામે 30 કરતાં એટલે કે રહેણાંક માં પાંચ રૂપિયા નો વધારો, અને વાણિજ્યમાં 10 રૂપિયાનો વધારો જેથી નગર સેવકોના વિરોધ ના કારણે આજે સંકલનની બેઠકમાં રહેણાંકના પાંચ રૂપિયા જે વધારેલ તેના બદલે1.25 તથા વાણિજ્ય માં10 રૂપિયાના બદલે 2.50 થાય તેવી શક્યતા સૂત્રો દ્વારા જાણવા મળી છે, અને કદાચ સામાન્ય સભામાં જાહેર થાય તેવી શક્યતા, વસાહત મંડળથી લઈને અનેક લોકોની રજૂઆત હતી જેથી આ રજૂઆતને ધ્યાને લે તેવી શક્યતા જણાઈ રહી છે