ઝાયડસ હોસ્પિટલ્સ અને મેડટ્રોનિકના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં ભારતના સૌ પ્રથમ સ્થાનિક AI આધારીત સ્ટ્રોક કેર નેટવર્કની સ્થાપના કરાઈ

Spread the love

ભારતમાં દર વર્ષે લગભગ 18 લાખ જેટલા દર્દીઓ સ્ટ્રોકનો ભોગ અને 7 લાખ લોકોના મૃત્યુ , સ્ટ્રોક કેરમાં લગભગ અંદાજિત ૨ લાખ રૂપિયા સુધીનો ખર્ચ : ડૉ. વી.એન.શાહ

અમદાવાદ

અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ્સ અને મેડટ્રોનિક plE (NYSE. MDT) ની માલિકીની સબસિડિયરી કંપની, ઈન્ડિયા મેડટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક બનાવીને ગુજરાતમાં સ્ટ્રોકના દર્દીઓને મદદ આપવા માટે કામગીરી કરાશે. આ ભાગીદારીના ભાગ રૂપે, મેડટ્રોનિક -સક્ષમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને અને સિલેક્ટ કરવામાં આવેલ હોસ્પિટલોમાં શિક્ષણ અને તાલીમને સમર્થન આપવા માટે સાધનો અને તકનીકો પ્રદાન કરીને ઇકોસિસ્ટમ બનાવવા માટે ઝાયડસ હોસ્પિટલ્સ સાથે સહયોગ કરશે.

ડૉ. વી. એન. શાહ

ઝાયડસ હોસ્પિટલ્સના સિનિયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ & મેટાબોલિક ફિઝિશિયન તેમજ માર્ગદર્શક, ડૉ. વી. એન. શાહ જણાવે છે કે ભારતમાં દર વર્ષે લગભગ 18 લાખ જેટલા દર્દીઓ સ્ટ્રોકનો ભોગ બને છે.અને 7 લાખ લોકોના મૃત્યુ થાય છે.આ સ્ટ્રોક કેરમાં લગભગ અંદાજિત ૨ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.અમેરિકા માં સ્ટ્રોક માટે દર વર્ષ ૫૦ બિલિયન ડોલરનો ખર્ચ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં આ ભાગીદારી દ્વારા ગુજરાતભરના દર્દીઓને સ્ટ્રોકનો સામનો અસરકારક રીતે કરવામાં મદદરૂપ સાબિત થશે.”મેડિસિન ક્ષેત્ર દર્દીની આસપાસ બનેલું છે. આ અભિગમ આપણને સતત રચનાત્મક રહેવાના પથ પર લઇ જશે. ભારત જેવા દેશોમાં સ્ટ્રોક વિકલાંગતા ફેલાવનાર મુખ્ય રોગો માંથી એક છે. કોઈ પણ જાતના રોગની સારવાર હંમેશા તેના ઝડપી અને સચોટ નિદાનથી થાય છે. ગ્રામીણ સ્ટ્રોક સેન્ટરો દર્દીઓનું આયુષ્ય લાબું અને વધુ ગુણવત્તાસભર કરવામાં ચોક્ક્સપણે મદદરૂપ થશે.

ડૉ. કલ્પેશ શાહ

સિનિયર એન્ડોવાસ્કયુલર ન્યુરોસર્જન, ડૉ. કલ્પેશ શાહ કહે છે, “મગજ એ ખુબ જટિલ અંગ હોય છે અને સાથે સાથે તેની સાથે જોડાયેલા રોગો પણ એટલા જ જટિલ હોય છે. સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજ ઘણીવાર અપંગતાનું કારણ બને છે જે માત્ર દર્દી જ નહિ, તેના ઘર-પરિવારમાં બધા માટે તકલીફ હોઈ શકે છે. આ પ્રકારની બીમારીઓનું જો સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં, યોગ્ય નિષ્ણાતો AI વડે સમયસર નિદાન કરી શકે, તો આ પ્રકારની સારવાર હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે પણ જીવ બચાવનાર સાબિત થતું હોય છે.” ઝાયડસમાં પ્રથમ વખત મેડિકલ ઇમરજન્સી સર્વિસ ઊભી કરવામાં આવી છે.જેમાં અલગ અલગ મેડિકલ ડોકટરોની ટીમ બનાવી ઝડપથી કામ કરે છે.હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ એક અદ્યતન A દ્વારા કામ કરે છે જે સ્ટ્રોકના CT સ્કેનનું બારીકાઇથી અધ્યયન કરી શકે છે. ઝાયડસના સ્ટ્રોક નિષ્ણાતોની એક ટીમ જે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ CT સ્કેનનું નિરીક્ષણ કરશે અને સ્થાનિક ફિઝિશિયનને આગળની સારવાર કરવા માટે શરૂઆતથી અંત સુધીનું માર્ગદર્શન પૂરું પાડશે. આ રીતે સ્થાનિક સ્ટ્રોક સેન્ટરના ફિઝિશિયનો દર્દીની જરૂરિયાતો પ્રમાણે આગળની સારવારના પગલાં નક્કી કરવા માટે સશક્ત બનશે અને આ રીતે, દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી શકશે.

માઈકલ બ્લેકવેલ

મેડટ્રોનિક ઇન્ડિયાના ઉપ-પ્રમુખ માઈકલ બ્લેકવેલનું કહેવું છે કે, “મેડટ્રોનિક પર અમે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઝડપથી વિકાસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જેથી દર્દીઓ કોઈ પણ રોગચાળામાંથી બહાર આવી પોતાનું જીવન પહેલાની જેમ જ વિતાવી શકે. અમે દેશભરમાં સતત વિવિધ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ભારતમાં સ્ટ્રોકના દર્દીઓની સંભાળમાં ક્રાંતિ લાવવાના હેતુને આગળ લઇ જઇએ છીએ. આ ભાગીદારીઓ દ્વારા સાથે મળીને, અમે હેલ્થકેર ક્ષેત્રે સ્થાનિક સાર-સાંભળના અવરોધોને દૂર કરવા માટે ટેકનોલોજીને એકીકૃત કરવામાં સક્ષમ છીએ. “ગુજરાતમાં ૨.૭૦ લાખ સ્ટ્રોકના દર્દીઓ એટલે કે દેશના ૧ ટકા છે.

સિનિયર કન્સલ્ટન્ટ (ન્યુરોસર્જરી), ડૉ. દિપક પટેલ કહે છે કે, “બ્રેઈન સ્ટ્રોક હેમરેજ અથવા ઈનફાર્કશન (બ્લોકેજ)ના સ્વરૂપે થઇ શકે છે. શરૂઆતની 6 કલાકો (ગોલ્ડન અવર્સ)માં સારવાર લેવાથી આવા કેસોમાં વધુ સારું પરિણામ મળી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં લોહીની ગાંઠને નિષ્કાસિત કરી બંધ થયેલી રક્તવાહિનીને ફરી ખોલવાની અને ઇમરજન્સી સર્જરીઓ હેમરેજ અથવા ઈનફાર્કશનમાં ખુબ અસરકારક સાબિત થાય છે અને સારું પરિણામ આપે છે.”

સિનિયર સ્ટ્રોક ન્યુરોલોજીસ્ટ, ડૉ. અરવિંદ શર્મા કહે છે, “80% સ્ટ્રોક અટકાવી શકાય તેવા હોય છે. ટાઈમ ઇઝ બ્રેઈન અને જો તમે હાયપરટેંશન, ડાયાબિટીસ તેમજ સ્થૂળતાને નિયંત્રણમાં રાખી શકો અને ધુમ્રપાન છોડી શકો, તો સ્ટ્રોકની શક્યતામાં ભારે ઘટાડો થઇ જતો હોય છે. જો કોઈને સ્ટ્રોકના કોઈ પણ લક્ષણો જણાય તો સમયસર યોગ્ય નિદાન કરોને શરૂઆતી કલાકોમાં સારવાર મેળવવી જરૂરી બની જાય છે. રિમોટ સ્ટ્રોક સેન્ટરોનું આ પ્રકારનું નેટવર્ક બનાવવાથી દર્દીઓ સુધી યોગ્ય સારવાર પહોંચાડી શકાશે.”

સિનિયર ન્યુરોલોજીસ્ટ, ડૉ. અજિત સોવાણી જણાવે છે કે, “સ્ટ્રોક દરમિયાન, મગજ માંથી બ્લોકેજનો નિકાલ કરવાની પ્રક્રિયા બને એટલી જલ્દી પૂર્ણ કરવી જરૂરી છે અને તે લક્ષણો દેખાયાનાં 24 કલાકમાં કરી લેવી પણ જરૂરી છે. આ પરિસ્થિતિઓમાં સમય ખુબ મહત્વનો હોય છે અને AI-માર્ગદર્શિત ટેક્નોલોજી ડોક્ટરોને નિદાન થયા બાદ આગળના પગલાં ઝડપથી નક્કી કરવામાં મદદરૂપ થાય છે.”

ઝાયડસ હોસ્પિટલ્સ વિષે

“ધ વીક’ મેગેઝીન દ્વારા સતત ચોથા વર્ષે ઝાયડસ હોસ્પિટલ્સને અમદાવાદની શ્રેષ્ઠ હોસ્પિટલનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ હોસ્પિટલ ‘ઝાયડસ ગ્રુપ’ની એક પહેલ છે જેના દ્વારા પારદર્શી, પ્રામાણિક અને યોગ્ય કિંમતે ગુણવત્તાસભર મેડિકલ સેવાઓ આપવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે 2 હોસ્પિટલો ચાલે છે જેમાં કુલ 660થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ છે. મુખ્ય હોસ્પિટલ 550 બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિટી મેડિકલ સંસ્થા છે જે 2 બેઝમેન્ટ સહીત 15 માળના બિલ્ડિંગમાં વિસ્તૃત છે. આ સિવાય 110 બેડ ધરાવતું ઝાયડસ કેન્સર સેન્ટર પણ કેન્સરને લગતી સેવાઓ માટે ઉપલબ્ધ છે. આ અત્યન્ત આધુનિક મેડિકલ સંસ્થામાં દરેક પ્રકારની મુખ્ય મેડિકલ સ્પેશિયાલિટી, સબ-સ્પેશિયાલિટી, તપાસ અને નિદાન સુવિધાઓ, રિહેબિલિટેશન તેમજ શારીરિક થેરાપી દ્વારા ઉપચારની સેવાઓ મળી રહે છે. અહીં દર્દી-કેન્દ્રિત અભિગમ દ્વારા સાર-સંભાળ લેવામાં આવે છે જે દરેક દર્દી માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. ઝાયડસ ગ્રુપની હોસ્પિટલ્સ અમદાવાદ સિવાય આણંદ, વડોદરા અને સીતાપુર (મારુતિ સુઝુકી સાથે સંયુકત રીતે) પણ કાર્યરત છે.

મેડટ્રોનિક વિષે

નીડર વિચાર, નીડર કાર્ય, અમે છીએ મેડટ્રોનિક, ડબ્લિન (આયર્લેન્ડ) માં મુખ્યમથક ધરાવતી અગ્રણી વૈશ્વિક હેલ્થકેર કંપની, મેડટ્રોનિક plc, જન-આરોગ્યને લગતી સૌથી જટિલ તકલીફોને શોધી, સમજી અને તેનો ઉપાય શોધવાની કામગીરી કરે છે. અમારું મિશન છે – તકલીફોને ઘટાડી, તંદુરસ્તી પાછી લાવી અને આયુષ્યને વધારવું. આ મિશન વિશ્વભર 150 જેટલા દેશોના 90 હજારથી પણ વધુ લોકોની ટીમને એકીકૃત કરે છે. અમારી ટેક્નોલોજી અને થેરાપી કાર્ડિયાક ડિવાઇસીસ, સર્જીકલ રોબોટિક્સ, ઇન્સ્યુલિન પંપ, સર્જકીલ ટૂલ્સ – પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ જેવી 70થી વધુ સ્થિતીઓનો ઉપચાર કરી શકે છે. અમારી ટીમના વિવિધતાભર્યા જ્ઞાન, અતૃપ્ત જિજ્ઞાસા તેમજ જરૂરિયાતમંદોને મદદ કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ સાથે અમે એવી રચનાત્મક ટેક્નોલોજી તૈયાર કરી શકીએ છીએ જે દરેક સેકન્ડ, દરેક કલાકે અને દરેક દિવસે લોકોની જિંદગી બદલી શકવાની ક્ષમતા ધરાવે છે. ઉપલબ્ધ જાણકારીથી માર્ગદર્શિત સંભાળ અને નિસ્વાર્થ અભિગમ દ્વારા અમે આવનાર સમયમાં હજી વધારે પરિણામ મેળવવા માટે કટિબદ્ધ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com