મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય ક્ષેત્ર ઉત્તમ સુવિધાઓ આપવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં વિવિધ 64 સરકારી નર્સિંગ સ્કૂલ અને કોલેજોમાં 1,985 બેઠકો તેમજ 948 ખાનગી સંસ્થાઓમાં 40,091 એમ કુલ- 42,076 બેઠકો ઉપલબ્ધ છે તેમ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં વાગરાના ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા દ્વારા પૂછાયેલ પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પેટા પ્રશ્ન અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, સરકારી નર્સિંગ સંસ્થાઓમાં એ.એન.એમ અભ્યાસક્રમમાં કુલ -30, જી.એન.એમ.માં કુલ- 23, બી.એસસી.નર્સિંગની 08, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની 01 તેમજ એમ.એસસી નર્સિંગની 02 એમ કુલ- 64 સંસ્થાઓમાં કુલ- 1,985 બેઠકો ઉપલબ્ધ છે.
જ્યારે ખાનગી નર્સિંગ સંસ્થાઓમાં એ. એન. એમ. અભ્યાસક્રમની કુલ -246, જી. એન.એમ.ની- 300, બી.એસસી. નર્સિંગની -240, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની- 103 તેમજ એમ.એસસી. નર્સિંગની 59 એમ કુલ- 948 ખાનગી સંસ્થાઓમાં 40,091 બેઠકો ઉપલબ્ધ છે તેમ, મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યના અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં એ. એન. એમ.ની -08 અને જી. એન. એમ.ની -07 સરકારી નર્સિંગ સંસ્થાઓમાં કુલ- 400 બેઠકો જ્યારે એ. એન. એમ.ની -42, જી.એન. એમ.ની- 53, બી.એસસી. નર્સિંગની -31, પોસ્ટ બેઝિક બી.એસસી. નર્સિંગની- 09 તેમજ એમ.એસસી. નર્સિંગની -04 એમ કુલ -139 ખાનગી નર્સિંગ સંસ્થાઓમાં કુલ -5,750 બેઠકો ઉપલબ્ધ છે. નવી નર્સિંગ કોલેજોની મંજૂરી માટે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહે છે. તમામ નિયત માપદંડ પૂર્ણ કર્યા હોય તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્શન કરીને મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં તા. 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નવી કુલ – 393 ખાનગી નર્સિંગ સંસ્થાઓને મંજૂરી આપવામાં આવી છે તેમ મંત્રીશ્રી પટેલે ગૃહમાં ઉમેર્યું હતું.