વિધાનસભા કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન બની ચાર દાયકાની ઘંટડી, હવે ટેકનોલોજી આવી, કાંઈક બદલાવ કરો
ભાજપના મોટાભાગના એમએલએ વિધાનસભાની ઘંટડીથી પરેશાન, કોંગ્રેસના સમયની ઘંટડી બદલી, નવા સુરવાળી મૂકો
ધારાસભ્યો ઘંટડી ,ઘંટડાના અવાજથી પરેશાન, બિલાડી નો ઘંટ ગળે બાંધીને કહેવા જાય કોણ?? કાનમાં મેલ કઢાવો હોય તો વિધાનસભાની ઘંટડી પાસે ઊભા રહો
ગાંધીનગર
ય્ત્ન- ૧૮ ગુજરાત નુ પાટનગર કહેવાય છે, ત્યારે ૨૦૦૧ પછી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતના વિકાસ સાથે ય્ત્ન- ૧૮ નો જે વિકાસ થયો છે ,તે ન કલ્પી શકાય તેવો થયો છે, આજે અમદાવાદ અને ગાંધીનગર અડી રહ્યું છે ,ત્યારે ૨૪ વર્ષથી એક હથ્થુ શાસન ભોગવી રહ્યું છે, આ વિકાસ પ્રજાના કામો ,રોડ , રસ્તા કોર્ટ કચેરીથી લઈને અનેક બદલાવ ભાજપે કર્યા છે ત્યારે આ વખતે છફ્ફડ ફાડકે ૧૫૬ સીટ સાથે ભુપેન્દ્ર દાદાએ ફરી એન્ટ્રી મેળવીને જે કોંગ્રેસનો વર્ષો જૂનો રેકોર્ડ હતો, તેને તોડી નાખ્યો છે ,ત્યારે આ સરાહનીય કામમાં કાર્યકરો થી લઈને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ભૂમિકા પણ મહત્વની રહી છે, રેકોર્ડ ,કોંગ્રેસનો તોડવા પી.એમ મોદી ગુજરાતની ચૂંટણીમાં કાર્યકરો સાથે મળીને જે તનતોડ મહેનત કરી હતી, તેનું પરિણામ ૧૫૬ સીટ સાથેનું મળ્યું છે , ત્યારે અનેક યોજનાઓ ચકાસવામાં આવે તો જન્મથી લઈને લગ્ન અને મરણ સુધીની સહાય યોજનાઓ છે ત્યારે વિકાસ કાર્યમાં સૌથી મોટું વિધાનસભામાં અબજાે રૂપિયાનો રિનોવેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યો પણ અનેક દરવાજાથી લઈને લિફ્ટ, કેબિનો બધું જ બદલાઈ ગયું પણ, ન બદલાયું હોય તો તે વિધાનસભાની ઘોંઘાટ વાળી ઘંટડી કે ઘંટડો બદલાયો નથી.
વિધાનસભાની ઘંટડી છે કે ઘંટડો એટલો અવાજ કરે કે લોકોના કાન ફાટી જાય અને કાનમાંથી મેલ કઢાવવો હોય તો વિધાનસભા સત્ર ચાલુ થતા પહેલા પહોંચી જાઓ અને સત્ર ચાલુ થવાના ૧૦ મિનિટ પહેલા કાનના ખૂટ્ટા હલાવી દે તેવી ઘંટડી જે વાગે છે , તેના થી મોટાભાગના ધારાસભ્યો પરેશાન છે, પણ ભુપેન્દ્ર દાદા ને કહેવા જાય કોણ?? વિધાનસભાના અધ્યક્ષને કોણ કહે?? ત્યારે ઉચ્ચ કક્ષાએ કહેવા બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ?? ત્યારે ૧૮૨ ધારાસભ્યોમાં કોંગ્રેસને કોઈ વાંધો નથી ,કોંગ્રેસ ક્યારેય આ ઘંટડી બદલવા માટે રજૂઆત કરવાની નથી કારણ કે વિધાનસભા જે તે વખતે બનાવવામાં આવી ,ત્યારે પાયો જે કોંગ્રેસે નાખ્યો હતો, તેમાં ઘંટડી કોંગ્રેસના જમાના ની યાદ અપાવતી છે, ત્યારે ભાજપ દ્વારા અબજાે રૂપિયા ખર્ચીને રીનોવેશનથી લઈને વિધાનસભા ને ચકાચક બનાવી દીધું પણ અનેક ખર્ચાઓ કર્યા પછી કોંગ્રેસની રીંગટોન એવી ઘંટડી ગણો કે કાન ફાડી નાખે એવો ઘંટડો જે રણકે ત્યારે ભલભલાના મગજના ખૂટટા હલી જાય ,ભાજપના અનેક ધારાસભ્યો આ મુદ્દે ચર્ચા ઘંટડીની કરતા જાેવા મળે છે, પણ કોઈ દાદાને કહેવા જતું નથી ,ત્યારે કોંગ્રેસના નેતાઓને અને તેમના ધારાસભ્યોને ભાજપના જ ધારાસભ્યો હનો આપી રહ્યા છે કે આ ઘંટડી છે કે ઘંટડો ?? કાન ફાટી જાય છે ,પણ કોંગ્રેસના ધારાસભ્યો મલકાતા જાેવા મળે છે કારણ કે વિધાનસભામાં રીનોવેશન બાદ કોંગ્રેસ દ્વારા જે કાર્યાલયો, ઓફિસો બનાવી હતી ,તે તમામ તોડફોડ કરીને અત્યારે જે બનાવી છે, તે ખરેખર જાેવા જેવી છે ,પણ હા ભાજપ ફક્ત આ ઘંટડી કોંગ્રેસની નાખેલી હતી ,તે કાઢવાનું ભૂલી ગઈ લાગે છે ,બધી જ જગ્યાએ બદલાવ પણ વિધાનસભા જ્યાંથી બની ત્યારથી એક જ ઘંટડી નો કાન ફાડી નાખે તેવો રીંગટોન , તો હવે કોઈ નવો ડીંગ ડોંગ મધુર અવાજ લાવો તેવી દરેકમાં ચર્ચા જાેવા મળી રહી છે. ૨૪ વર્ષના ભાજપના શાસનમાં કેસુબાપા ,નરેન્દ્ર ભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી, ભુપેન્દ્રભાઈ પટેલ ,તેમાં બેથી ત્રણ વખત મુખ્યમંત્રી બનેલા છે, પણ આ ઘંટડી કોઈના મગજમાં આવી નથી, આજે દેશમાં ટેકનોલોજી ની વાતો કરીએ છીએ ,પેપર લેસની વાતો, તો પછી ચાર દશકાની આ ઘંટડી તો બદલો, સુંદર ,મધુર અવાજ આવે અને પ્રકૃતિ ખીલે તેવું કંઈક કરો ,બાકી શહેરના ટ્રાફિકમાં ભપૂડાના પીપૂડાના અવાજાેથી ધ્વનિનું એવું પોલ્યુશન કાન ફાડી નાખે છે ,તો વિધાનસભાની ઘંટડી અને ભપૂડા પીપૂડાના અવાજમાં ફરક શું??
કાનમાં મેલ ભરાયો હોય તો વિધાનસત્ર ચાલુ હોય ત્યારે સત્ર ચાલુ થતા પહેલા પહોંચી જવું, ગેરંટી સાથે કાનના પડદા બંધ હશે તો ખુલી જશે, કાનનો મેલ પણ બહાર આવી જશે, બે જણા જાેડે ઉભા હશો તો અવાજ સંભળાશે નહીં, વિધાનસભાને નવું લુક રૂપરંગ સાથે અબજાે ખર્ચ કર્યા પણ કોંગ્રેસના સમયની ઘંટડી રહી ગઈ ,૪૦ વર્ષથી એક જ ઘંટડી થી જ સૌ પરેશાન પણ રાજા ને કહેવા ,ગળે ઘંટડી બાંધીને જાય કોણ? ભાજપ વાળા કોંગ્રેસ વાળા ને સળી કરે છે કે આ ઘંટડીનો બહુ અવાજ આવે છે પણ કોંગ્રેસ શું કામ બદલવાનું કહે કારણ કે રીનોવેશન બાદ કોંગ્રેસની યાદગીરી એવી આ ઘંટડી રહી છે બાકી ,બહેરાઓના કાન ખોલી નાખે ,કાનમાં મેલ હોય તો કાઢવો હોય તો ડોક્ટર પાસે નહીં, વિધાનસભામાં જાવ અને વિધાનસભા ચાલુ થતા પહેલા ઘંટડી વાગે એટલે કાનનો મેલ નીકળી જાય, ઘંટડી ચાલુ થાય ત્યારે બંધ ક્યારે થશે તેવું લોકો કહી રહ્યા હોય છે.
ગુજરાત વિધાનસભા માં વર્ષોથી વોર્મિંગ બેલ ને બદલવો જાેઈએ
વિધાનસભાનું રીનોવેશન થયુ પણ જીની પરંપરા નો વોરનીગ બેલ માટે કોઈ નવો સુધારો ના થઈ શક્યો
ખરેખર જાેઈએ તો બેલ નો અવાજ તીવ્ર છે ત્યારે તેને બદલવા માટે કોઈ નિયમ છે કે નહિ તે જાણવા જેવું છે.આજે આધુનિક ટેકનોલોજી માં હવે પેપર લેસ સિસ્ટમ સરકારે અપનાવી છે.ત્યારે વિધાનસભા માં પણ હવે કેગના રિપોર્ટ , અહેવાલો, સહિત નું સાહિત્ય પેપર લેસ થઈ ગયું છે ત્યારે કાન ફાડી નાખતી વોરનિંગ બેલ બદલવાની માંગ પણ ઉભી થઈ છે.
જાેકે હાઉસ શરૂ થવાની યાદ આપાવતો આ બેલ વિધાનસભા સંકુલ ને ગજવી નાંખે છે.એટલુજ નહી બેલ નો આવાજ ધીમો અને કર્ણ પ્રિય આવે તેવી લાગણી ઊભી થઈ છે.જાેકે બેલ બદલવાની આખરી સત્તા તો અધ્યક્ષ ની હોય છે ત્યારે નવા રેકોર્ડ બનાવવા ટેવાયેલ શંકર ભાઈ ચૌધરી આ અંગે કેવો ર્નિણય કેટલી ઝડપથી લેશે તે જાેવું રહ્યું.
* કોંગ્રેસના સાશન નો જૂનો બેલ ભાજપે હજુ સુધી કેમ ના બદલ્યો ?
* કોંગ્રેસ બેલ ભાજપ કેમ સાચવે છે ?
* બેલ નો તીવ્ર આવાજ ધ્વનિ પ્રદૂષણ તો નથી કરતું ને ?
* બેલ નાં રણકાર અનેક લોકો ને નથી ગમતો પણ કોઈ બેલ ના આવાજ * ઓછો કરવા અથવા કર્ણ પ્રિય બેલ માટે કેમ અધ્યક્ષને કહેવામાં નથી આવતું