અમદાવાદ
અમદાવાદ બી.કે. પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ અને મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી પાર્કિન્સન્સ (કંપાવાત)ના દર્દીઓ માટે વિનામૂલ્યે કામ કરતી સંસ્થા છે. જેમાં દર્દીઓને ફિજીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અંગેનું માર્ગદર્શન તેમજ યોગ, ડાન્સ થેરાપી, આર્ટ થેરાપી, માનસિક તંદુરસ્તી કાઈન્સેલિંગ વગેરેનાં સેશન દર ગુરુવારે અને રવિવારે વિનામૂલ્યે લેવામાં આવે છે. રજીસ્ટ્રેશન કરાવવા તથા વધુ માહિતી માટે સંપર્ક કરવો ર્ડા ધ્વનિ પરીખ Mo. 9537160633 કરવો.
પાર્કિન્સન્સ રોગ શું છે?
પાર્કિન્સન્સ રોગ એ મગજનાં કોષોનાં ડિજનરેશન ને લીધે થતો યેતાતંત્ર નો રોગ છે. તેમા હલન ચલન ઓછુ થવું, ધ્રુજારી આવવી અને શરીર જડાઈ જવાની તકલીફ થાય છે. આના સિવાય આ રોગ ઉઘ અને વ્યક્તિ નાં મુડ પર અસર કરે છે.
લક્ષણો:
• શરીરમાં ધ્રુજારી આવવી.
• આરામ કરતી વખતે શરીરનાં કોઈ એક ભાગ જેવા કે એક હાથ કે પગમાં ધ્રુજારી આવે છે.
• હલન ચલન ઓછુ થવું.• શરીરનું સંતુલન ખોરવાઈ જવું.
અન્ય લક્ષણો :-
• ઉદાસી, ચિંતા, ઉઘ ના આવવી.• પેશાબને લગતી તકલીફ.• સુગંધ પારખવામાં મુશ્કેલી પડવી.• શરીર દુખવું.• કબજીયાત
દવાઓ દ્વારા અપાતી સારવાર —
પાર્કિન્સન્સ રોગ એ મગજનાં ડોપામાઈન કોષનાં ડિજનરેશનના લીધે થાય છે. તો તેનો સારવાર કરવા માટે L-dopa (લીવોડોપા) અને ડોપામાઈન સમતોલ કરવા માટે ની દવાઓ અપવામાં આવે છે. તેમજ selegiline & Rasagiline દવાઓ આપવા માં આવે છે.
દવાઓથી થતી આડસરો
• આડઅસર શરીરમાં ડોપામાઈન નું પ્રમાણ વઘી જવાથી થાય છે.• ઉબકા આવવા.• પગમાં સોજા આવવા.• ઉઘની અવસ્થામાંથી ઝડપથી ઉભા થતા ચક્કર આવવા,• વર્તનમાં ફેરફાર જોવા મળવો.• ખોટી ભ્રમણા
દવા સિવાય અપાતી સારવાર કઇ છે?
• યોગા.• શારીરિક કસરતો.• સ્પીચ થેરાપી.
સપોર્ટ ગ્રુપ કેમ જોઈન કરવા?
પાર્કિન્સન્સ રોગનાં લીધે શરીરમાં શારીરિક અને માનસીક ખલેલ પહોંચે છે. એટલે તેમાં સહાય ગ્રુપની જરૂર પડે છે. સહાય ગ્રુપનાં સદસ્ય લગણીથી અને વાસ્તવિક રીતે સપોર્ટ કરે છે. સહાયતા ગ્રુપ સભામાં આપણે શુ કરીએ છીએ?
સપોર્ટ ગ્રુપ સભામાં આ રોગનાં લક્ષણો ને કાબુમાં લેવા માટે વિવીધ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવે છે. જેમાં મેડીકલ સારવાર, જરૂરી સરર્તા, ઓક્યુપેશનલ તથા સ્પાય થેરાપી, પોષપ, યોગા, શૈક્ષણીક અને બીજી તાલીમ આપવામાં આવે છે.