સાયબર ક્રાઈમ જાગૃતિ : સીનીયર સીટીઝન ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ ન બને તે માટે અમદાવાદ પોલીસની સી ટીમ દ્વારા  ૧૧ દિવસ સુધી એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન 

Spread the love

અમદાવાદ પોલીસની સી ટીમ દ્વારા ઘરે ઘરે જઇને સિનિયર સિટીઝન્સને આ અભિયાન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે : ૧૧ થી ૨૨ એપ્રિલ 2023 સુધી એક સ્પેશિયલ ડ્રાઇવ : સ્પેશ્યલી ડિઝાઇન કરેલા પોસ્ટર આપવામાં આવશે :દરેક પોલીસ સ્ટેશન દીઠ બે ” સી ” ટીમ કાર્યરત : સી ટીમના ઇન્ચાર્જ તરીકે પીએસઆઇ કક્ષાના અધિકારીઓ હશે : અજાણી લિંકને અપડેટ ન કરે , કોઈ લીંક ને ક્લિક ન કરે , મોબાઈલના પાસવર્ડ શું છે, કઈ બેંકના એકાઉન્ટ નંબર છે અને એટીએમ કાર્ડના પીન નંબર કોઈને ન આપે તેવી માહિતી સમજાવશે

અમદાવાદ

પોલીસ અધિકારી કોમલ વ્યાસે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના માર્ગદર્શન મુજબ ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં વસતા સિનિયર સીટીઝનની સુરક્ષા રાખવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ જાગૃતિ નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે . અમદાવાદ પોલીસ દ્વારા ઘરે ઘરે જઇને સિનિયર સિટીઝન્સને આ અભિયાન દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે.જે અંતર્ગત દરેક પોલીસ સ્ટેશન દીઠ પોલીસ સ્ટેશનમાં બે ” સી ” ટીમ કાર્યરત છે. સી ટીમના ઇન્ચાર્જ તરીકે પીએસઆઇ કક્ષાના અધિકારીઓ હોય છે.તાજેતરમાં ૧૧ એપ્રિલ થી ૨૨ એપ્રિલ 2023 એટલે કે ૧૧ દિવસ સુધી એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ મુજબ તમામ પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા જે તે વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન અગાઉથી નોંધણી egujcop.gujarat.gov.in સિનિયર સિટીઝન પોર્ટલ પર કરવામાં આવી છે. બીજા અન્ય સિનિયર સિટીઝન કે જેની નોંધણી નથી કરવામાં આવી તો આ ડ્રાઇવ દ્વારા અન્ય સિનિયર સીટીઝનને આવરી લેવાનું અને વધુ રજીસ્ટ્રેશન કરવાનું કામ અપડેટ કરવામાં આવ્યું છે. શહેરના તમામ વિસ્તારના પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ પીએસઆઇને બોલાવી એક મીટીંગ નું અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ ખાતે માહિતી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન રોજેરોજ આ માહિતીનું મોનિટરિંગ કરી ડીજી ઓફિસને પણ માહિતી આપવામાં આવશે અને દરેક સિનિયર સિટીઝનને ટચ અપ કરવામાં આવશે. સિનિયર સિટીઝન કયા કયા ક્રાઈમનો ભોગ બની શકે છે અને કઈ રીતે આવા ગુનાઓના ભોગ બનતા અટકાય એ માટે પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે તે માટે સ્પેશ્યલી ડિઝાઇન કરેલા પોસ્ટર તે લોકોને આપવામાં આવશે. અત્યારે સિનિયર સિટીઝન પરિવારથી અલગ રહેતા હોય અને કોઈ બિલ ના પેમેન્ટ કરવાના હોય બેંકના રિલેટેડ કોઈ કામગીરી હોય આના માટે કોઈ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. બહુ વધારે પડતો અભ્યાસ નહીં હોવાના કારણે સીનીયર સીટીઝન ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા હોય છે જેથી આ બાબતે કેવી રીતે ભોગ બનતા અટકાવી શકાય જેમકે અજાણી લિંકને અપડેટ નહીં કરે , કોઈ લીંક ને ક્લિક નહીં કરે , મોબાઈલના પાસવર્ડ શું છે, કઈ બેંકના એકાઉન્ટ નંબર છે અને એટીએમ કાર્ડના પીન નંબર કોઈને ન આપે જેનાથી કોઈ નુકશાન થાય તેવું સમજાવવામાં આવશે.

સિનિયર સિટીઝન પોતાના પરિવાર સાથે વિડીયો કોલ થી વાત કરતા હોય ત્યારે સિનિયર સિટીઝન ને વીડિયો કોલ થી કોઈ મોર્ફ કરેલા ફોટોગ્રાફ મોકલવામાં આવે, અજાણ્યા વિડીયો કોલ કરવામાં આવે જેનાથી બ્લેકમેલિંગનું ભોગ બનતા હોય છે અને ઘણીવાર એવી પરિસ્થિતિમાં મુકાય છે કે કોઈને કંઈ પણ કહી શકતા નથી અને ભોગ બને છે આ તમામ વસ્તુ બનતી અટકાવવા માટે ગૃહમંત્રી , ડીજીપીનાં આયોજન મુજબ સીઆઈડી ક્રાઈમ અને અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ અમદાવાદ શહેરની તમામ સી ટીમો દ્વારા આ કામગીરી આગામી 11 દિવસ સુધી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com