ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું કાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Spread the love

રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરાશે : એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને મંત્રી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે

ગાંધીનગર

રાજ્યના નાગરિકોની સુરક્ષામાં સતત ખડેપગે રહેતા પોલીસ કર્મયોગીઓની સુવિધામાં વધારો કરવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે. જે અંતર્ગત આવતીકાલે તા.૧૩મી એપ્રિલના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ ખાતે નવનિર્મિત રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરી મંત્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સવારે ૯ કલાકે લોકાર્પણ કરાશે. આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા અમદાવાદ જિલ્લાના ધારાસભ્યો તેમજ અમદાવાદ રેન્જ આઈ.જી. શ્રી વી. ચંન્દ્રશેખર ઉપસ્થિત રહેશે.

તો બીજી તરફ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા અમદાવાદમાં સેનાપતિ કચેરી તથા પોલીસ જવાનો માટેના બી કક્ષાના ૨૮૮ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આવતીકાલ તા. ૧૩ એપ્રિલના રોજ બપોરે ૧૨ કલાકે લોકાર્પણ કરાશે. ઉપરાંત મંત્રી એન્ટી હ્યુમન ટ્રાફીંકીંગ યુનિટના નવા વાહનોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવશે. જેમાં સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યો , મેયર, આઈ.પી.એસ હસમુખ પટેલ, આઈ.પી.એસ આર. બી. બ્રહ્મભટ્ટ, આઈ.પી.એસ ડો. પી. કે. રોશન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com