રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત : કૉંગ્રેસ

Spread the love

કૉંગ્રેસ દ્વારા છેલ્લા ૬ દિવસમાં ગુજરાતમાં ૨૮ શહેર-જિલ્લામાં ૧૦૦ થી વધુ જયભારત સત્યાગ્રહના કાર્યક્રમ યોજાયા

અમદાવાદ

વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે ત્યારે તાલુકા કક્ષાએ જય ભારત સત્યાગ્રહનાં કાર્યક્રમમાં સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત લોકશાહીનાં હનનનાં મજબૂત સંકેત છે. વિવિધ પ્લેટફોર્મ પર મોદી અને અદાણી વચ્ચેના સંબંધો પર રાહુલ ગાંધી સતત સવાલો કરી રહ્યા છે. તેમના મિત્ર અદાણીને મદદ કરવા માટે મોદી દ્વારા સત્તાના દુરુપયોગ સામે રાહુલની નિર્ભયતા અને અણનમ લડતથી અને તેઓ સંસદમાં તેમની સાંઠગાંઠનો પર્દાફાશ કરશે તેવા ડરથી, સમગ્ર મોદી શાસન તેમનો અવાજ બંધ કરવા સતત પ્રયત્ન થઈ રહ્યા છે. ભાજપ સરકારના શાસનમાં વિપક્ષને પ્રશ્નો પૂછવાનો પણ અધિકાર નથી. લોકતંત્ર અને કાયદો અને વ્યવસ્થાની ભાજપે ધજ્જિયાં ઉડાવી દીધી છે. લોકતંત્રની હત્યા કરી નાંખી છે. બેરોજગારી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ પર વિપક્ષ બોલે કે કોઇ અવાજ ઉઠાવે તો તેને જેલમાં બંધ કરાય છે પરંતુ કોંગ્રેસ જનતાના હક્ક અને અધિકાર માટે સતત લડાઈ લડતો રહશે.જે દેશવાસીઓ માટે ચિંતાનો વિષય છે. ત્યારે લોકશાહી બચાવો, દેશ બચાવોનાં નારા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા ‘જય ભારત સત્યાગ્રહ’ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૬ દિવસમાં ગુજરાતમાં ૨૮ શહેર-જિલ્લામાં ૧૦૦ થી વધુ જયભારત સત્યાગ્રહના કાર્યક્રમ યોજાયા હતા. આગામી દિવસોમાં જિલ્લા સ્તરીય અને રાજ્ય સ્તરીય કાર્યકમો યોજવામાં આવશે.એ.એઆઇસીસીનાં સેક્રેટરી અને મધ્ય ઝોનનાં પ્રભારી ઉષા નાયડુએ જણાવ્યું હતું કે અદાણી અને મોદી સરકાર વિરૃધ્ધના ગંભીર આક્ષેપો અને વિપક્ષની ઉગ્ર માંગ છતાં સરકાર કેમ આ મામલે જેપીસી ગઠન કરતી નથી ? તપાસ સોંપતી નથી..? એઆઇસીસીનાં સેક્રેટરી અને સૌરાષ્ટ્રનાં પ્રભારી રામકીશન ઓઝાએ જણાવ્યું હતું કે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં ગુજરાત અને દેશનાં નાગરિકો પરેશાન છે. ત્યારે ભાજપ મુળ મુદ્દાથી ધ્યાન બીજે દોરવા માટે પ્રયત્ન કરે છે. બેરોજગારી, મોંઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે ભાજપ સરકાર કેમ મૌન?

આજરોજ ૨૦થી વધુ જગ્યાએ ‘જય ભારત સત્યાગ્રહ’ અંતર્ગત કાર્યકમ યોજાયા હતા જેમાં સાબરકાંઠા જિલ્લાનાં ખેડબ્રહ્મામાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી, દક્ષિણ ગુજરાતમાં વાંસદા ખાતે ધારાસભ્ય અનંત પટેલ, પંચમહાલ-ગોધરા ખાતે એઆઇસીસી સેક્રેટરી અને મધ્ય ઝોનનાં પ્રભારી ઉષા નાયડુ, ગીર સોમનાથ – તલાલા ખાતે એઆઇસીસી સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકીશન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com