બહાર બાઝમબાજી, જોડે ખાવાની ભાજી, પ્રજાને કરવાની રાજી,
ગુજરાતનું કહેવાતું પાટનગર મહાનગરપાલિકામાં રોજબરોજ નવા કિસ્સા જોવા મળે ,ત્યારે મેયર ,ચેરમેન, ડેપ્યુટી મેયર ભારે અઘરા છે ,આ ત્રણેયને કળવા મુશ્કેલ છે, દિવસે ચમનપુરા વાળી અને સાંજે દાલવાડા વાળી ,ઉદ્ઘાટન હોય તો આજે નાળિયેર ફૂટ્યું હોય તો બીજા દિવસે મેયર નાળિયેર ફોડે, ત્યારે નારિયળમાં કોનું કેટલું પાણી છે ? તે ચકાસવાનો રિપોર્ટ આવે તે પહેલા જોડે ચા ની ચૂસકી અને વાતોની ડુસ્કી મારીને દબાઈને દાળવડા ખાઈ રહ્યા છે ,ત્યારે હમણાં મેયર ,ચેરમેન ,ડે.મેયર ફાંદ પણ હવે બહાર આવી રહી છે ,કહેવત છે કે જેમનું પેટ અંદર તેના રોગ બહાર, જેમનું પેટ બહાર તેમના રોગ અંદર ,આ આયુર્વેદિક શાસ્ત્ર કહે છે ,ત્યારે ચા ની ચૂસકી મારતા કહી રહ્યા છે કે કાલે બાજમબાજી કરી અખબારોમાં કેવું આવ્યું હતું? મજા આવી ગઈ એટલે ચમનપુરા ચકલાની ભાષામાં હો હા કરીને સવારે બાઝવાનું, સાંજે જોડે વાળુ કરવાનું ,ત્યારે આ ત્રણેય અઘરા કલાકાર હોય તેમ કળવા મુશ્કેલ છે.
કહેવત છે કે તીન તીઘડા કામ બિગડા, ચાર ભેગા થાય તો કહે ચંડાળ ચોકડી, પાંચ ભેગા થાય તો પંજો પણ કહે અને પાંચ પરમેશ્વર પણ કહે ત્યારે તીન તીગડાવાળી વાતોના લોકોને વડા ચખવાડવાના, બાકી હોશે હોશે ત્રણેયે દાલવડા ખાવાના મેયરને બધી જ ભાષાનું જ્ઞાન છે ,ત્યારે અંગ્રેજી ,કન્નડ, મદ્રાસી ,મરાઠી ભાષા ભલે આવડતી હોય પણ ચમનપુરાના સંસ્કૃતના શ્લોક જેને આવડે એ જ તંત્ર પર પકકડ રાખી શકે, ત્યારે આ ખૂબી મેયરમાં છે અને ચેરમેન બધી ટેકનિકલી જ્ઞાન અને શુદ્ધ ભાષામાં ફાયર કરે ,આગ લાગે નહીં પણ ધુમાડાથી ખબર પાડી જાય કે આગ લાગી, ત્યારે પાવરફુલ અને અંડર કરંટ મજબુત એવા ડે. મેયર તમામ ભાષાઓ આવડે, ચમનપુરા ચકલા કરતાં પણ ઊંચી ભાષાના જ્ઞાની છે, અત્યારે પાવરફુલ રાશિ છે સૌચાલય જાય તો પણ દીવા બળે, ત્યારે તંત્ર સામે ફાયર કરે તો ભલભલા કાયરને વાળીને વાયર બનાવી દે ,ત્યારે ત્રણ દિવસ પહેલાં ઉદ્ઘાટનની હો હા ..અને પછી નાળિયેરની હો હા અને હવે ચા, નાસ્તા સાથે દાલવડાની ચર્ચા,