ગુજરાતમાં વેવાઈ અને વેવાણ ભાગી ગયા તે કિસ્સો તો સહુને યાદ છે. પણ પાટણમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેવાઈએ બીજા વેવાઈને માર મારી ફ્રેક્ચર કરી દીધું હતું. સિદ્ધપુર તાલુકામાં પુત્રવધુને તેડવા ગયેલાં સસરા અને તેમના વેવાઈ વચ્ચે બોલાચાલી થયા બાદ વેવાઈ-વેવણ અને તેમના સંબંધીઓઓ માર માર્યો હતો. બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
ઘટનાની વિગતમાં વાત કરીએ, યુવકના લગ્ન વખતે દીકરાનાં પિતાએ વેવાઈને તેમનાં દીકરાના સગપણની બાંહેધરી આપી હતી. જ્યારે પુત્રવધુને લેવા માટે સસરા વેવાઈ પાસે આવ્યા ત્યારે વેવાઈએ બીજા વેવાઈને પોતાનો વાયદો યાદ કરાવ્યો હતો. ત્યારે વેવાઈએ કહ્યું કે, જ્યારે પુત્રનું સગપણ લઈને આવશો ત્યારે જ પુત્રીને સાસરીએ મોકલીશું. જે બાદ બંને વેવાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત વણસી હતી. અને મારામારી શરૂ થઈ હતી.
વેવાઈએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ વેવાઈ, વેવાણ સહિત તેમના સંબંધીઓએ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એમ પણ લખ્યું છે કે વેવાઈએ લોખંડની પાઈપ અને અન્યએ લોખંડનો સળિયો મારતાં તેમને ફ્રેક્ચર થયું છે. વેવાઈને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.