વાહનચોરીના ૧૦૩ દિવસ પછી ક્લેમઃ વીમા કંપનીએ ઠેંગો દેખાડયોઃ ગ્રાહક ફોરમે અપાવ્યું વળતર

Spread the love

વાહન ચોરાય ત્યારે વીમા કંપનીઓનો આગ્રહ હોય છે કે ચોરી થયાના ૪૮ કલાકની અંદર વાહન માલિકે ક્લેમ ફાઈલ કરી દેવો જાેઈએ. તેનાથી વધારે મોડું થશે તો ક્લેમ પાસ કરવામાં નહીં આવે તેવી ચેતવણી અપાય છે. પરંતુ વડોદરા જિલ્લા ગ્રાહક ફોરમે એક વ્યક્તિને વાહન ચોરાયાના ૧૦૩ દિવસ પછી ક્લેમ કરવા છતાં તેનો ક્લેમ મંજૂર કરવા વીમા કંપનીને આદેશ આપ્યો છે. આ કિસ્સામાં વીમા ધારકને વાહન માટે ફૂલ પેમેન્ટ નહીં પરંતુ તેની વેલ્યૂના ૭૦ ટકા ચુકવવામાં આવશે.જે લોકો વાહન ચોરી પછી ઈન્શ્યોરન્સ ક્લેમ કરવાનું ભૂલી ગયા હોય અથવા મોડું થઈ ગયું હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ મોડેથી ક્લેમ કરીને પણ ફૂલ અથવા આંશિક રકમ મેળવી શકે છે. વડોદરામાં ગ્રાહક ફોરમે જે વ્યક્તિને ન્યાય અપાવ્યો તેણે વાહન ચોરી થયાના ૧૦૩ દિવસ પછી ક્લેમ કર્યો હતો અને કોર્ટે તેને ૭૦ ટકા રકમનું પેમેન્ટ કરવા આદેશ આપ્યો છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયા જણાવે છે.
આશિષ ગાંધી નામની વ્યક્તિનું બાઈક ચોરાયા પછી તેનો ઈન્શ્યોરન્સ ક્લેમ નકારવામાં આવ્યો હતો. તેના કારણે ગાંધીએ ઈફકો ટોકિયો જનરલ ઈન્શ્યોરન્સ કંપની વિરુદ્ધ મે ૨૦૨૨માં ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. ગાંધીએ કહ્યું કે તેમણે ૨૦૧૬માં મોટરસાઈકલ ખરીદી હતી અને ફેબ્રુઆરી ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીનો iffco tokioનોવીમો ખરીદ્યો હતો. ઓક્ટોબર ૨૦૨૧માં તેમની મોટર સાઈકલ ચોરાઈ ગઈ અને આશિષ ગાંધીએ ત્રણ મહિના પછી પોલીસ એપ પર તેની ઓનલાઈન
ફરિયાદ કરી હતી. iffco tokioએ જણાવ્યું કે વાહન ચોરાય તેના ૪૮ કલાકની અંદર વાહન માલિકે વીમા કંપનીને જાણ કરવાની હોય છે, પરંતુ આ કિસ્સામાં એવું નથી થયું તેથી ગાંધીએ નિયમોનો ભંગ કર્યો છે. ઈફકો ટોકિયોએ દલીલ કરી કે વાહનમાલિક આશિષ ગાંધીએ પોલીસને ૯૭ દિવસ પછી જાણ કરી હતી અને વીમા કંપનીને ૧૦૩ દિવસ પછી જાણ કરીને ક્લેમ કર્યો હતો. આ ઉપરાંત ગાંધીની બેદરકારની કારણે જ વાહન ચોરાયું હતું કારણ કે તેઓ વાહનનું સ્ટિયરિંગ લોક કરવાનું ભૂલી ગયા હતા. જાેકે, કન્ઝ્‌યુમર ફોરમે આ વાત સ્વીકારી નથી.મોટરસાઈકલના માલિક આશિષ ગાંધીએ દલીલ કરી કે તેણે ત્રણ મહિના સુધી પોતાની જાતે વાહન શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને વાહન મળ્યું નહીં તેથી તેણે ફરિયાદ કરી હતી. ગ્રાહક ફોરમે કહ્યું કે કોઈ વ્યક્તિનું વાહન ચોરાઈ જાય અને તે ૯૭ દિવસ સુધી તેને શોધખોળ કરે અને ૧૦૩ દિવસ પછી વાહન ચોરીનો ક્લેમ કરે તે શક્ય નથી.પોલિસીના નિયમો અને તેની શરતોને ધ્યાનમાં રાખીને ગ્રાહક ફોરમે વાહન ચોરાયું તે દિવસે તેની કિંમતના ૭૦ ટકા રકમ વાહનચાલકને ચુકવવા માટે વીમા કંપનીને આદેશ આપ્યો છે. ગ્રાહક ફોરમે વીમા કંપનીને ૧૪,૯૭૩ રૂપિયા ઉપરાંત આ પેમેન્ટ કરવામાં આવે ત્યાં સુધીનું ૮ ટકા વ્યાજ ચુકવવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત વીમા કંપનીએ આશિષ ગાંધીને થયેલી માનસિક તકલીફ પેટે પણ એક હજાર રૂપિયા ચુકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *