ગુજરાતનું કહેવાતા પાટનગરમાં આવેલી જીઆઇડીસી ની બદતર હાલતો છે, સૌથી વધારે ટેક્સ પણ જીઆઇડીસી ભરે છે, ત્યારે રોડ, રસ્તા, ગંદકી ,પાણીનો ઉપદ્રવ આ બધાથી વેપારીઓ પરેશાન છે, ત્યારે મેયર હિતેશ મકવાણાએ ઓચિંતી મુલાકાત લઈને તંત્રને સાબદું કરીને જીઆઇડીસી સેક્ટર ૨૮ ખાતે તમામ વેપારીઓ સાથે રાખીને આ પ્રશ્નનું સોલ્યુશન લાવવા તાકીદ કરી હતી, ત્યારે ઉદ્યોગકારોને પડતી હિલાકીની રજૂઆત પણ થવા પામી હતી, ત્યારે એક અધિકારીને મેયરે ત્વરિત આ કામ કરવાની સૂચના આપી હતી.
જીઆઇડીસી માં રોડ ,રસ્તા તૂટી ગયા હોય અને પાણી ગટરના ભરાવાથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે ,ત્યારે વરસાદની ઋતુમાં કફોડી હાલત થઈ જાય છે ,ત્યારે ગંદકી જાેઈને મેયર પણ અકળાઈ ઊઠ્યા હતા, ત્યારે મેયરે ત્વરિત આ કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.
મેયર પણ રોજ હવે પ્રજાના પ્રશ્ને સવારે રાઉન્ડ લેવાના શરૂ કરી દીધા છે, હવે નગરજનો મેયરને રોજ કામોની વિગતો જણાવી રહ્યા છે અને મેયર હવે રોજ રેડ પાડી રહ્યા છે ,ત્યારે મેયર, ચેરમેનની બેટિંગ બાદ હવે આવનારા દિવસોમાં વિદેશ ગયેલા ડે. મેયર પણ તંત્રને ધબધબાવશે…