અમદાવાદ
બાપુનગરથી ૧૩ માસના બાળકનું અપહરણ કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં નિકોલ પોલીસે પકડી પાડયો હતો.બનાવની વિગત એવી છે કે તા.૧૫/૦૫/૨૦૨૩ ના સાંજના પોણા સાત વાગ્યાના સુમારે આરોપી પ્રકાશ ભાઇલાલભાઇ દંતાણી વસ્ત્રાલ, અમદાવાદ , સિંગરવા ગોપાલનગર ખાતેથી તેની મોટર સાઈકલ ઉપર આવી ફરીયાદીના દીકરા ક્રિષ્ના ઉંમર ૧૩ માસ ફરીયાદી તેમજ ફરીયાદીની દીકરી દિવ્યા ઉંમર ૪ વર્ષ નાનીને બળજબરીથી ધાક ધમકી આપી તેની મોટર સાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી અમદાવાદના અલગ અલગ જગ્યાએ ફેરવી બાપુનગરથી આગળ જતા એક ચાર રસ્તા ખાતે ફરીયાદી તથા ફરીયાદીની દીકરી દિવ્યાને ઉતારી ફરીયાદીની બોચી પકડી મોઢાના ભાગે બે ત્રણ ફેટો મારી દીકરા ક્રિષ્ના ઉમંર ૧૩ માસને તેની મોટર સાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી લઇ જઈ નાશી ગયો હતો.જે સંદર્ભે નિકોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ માં ધી ઈ.પી.કો. કલમ-૩૬૩,૩૬૫,૩૨૩ મુજબનો ગુન્હો તા.૧૭/૦૫/૨૦૨૩ ના રોજ રજીસ્ટર કરાયો હતો.
અમદાવાદના પોલીસ કમિશ્નર તથા સયુંકત પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-પ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આઈ ડીવીઝને ગુનામાં સંડોવાયેલ આરોપીઓની સ્થળે નજીકના સી.સી.ટી.વી. ફૂટેજો તથા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસ આધારે ૧૩ માસના બાળકના અપહરણના ગુનામાં અપહરણ થયેલ બાળક તથા આરોપીને શોધી કાઢવાની જરૂરી સુચના કરી માર્ગદર્શન આપેલ જે અન્વયે કે.ડી.જાટ પોલીસ ઈન્સ્પેક્ટર નિકોલ પોલીસ સ્ટેશનના સર્વેલ્સ સ્કૉડના તથા સાયબર સ્કોડના માણસોની તથા ક્રાઈમ બ્રાંચ અમદાવાદ તથા ઓઢવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડની તથા એલ.સી.બી, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ની અલગ અલગ ટીમો કામગીરીમાં જોડાઈ ગણતરીના કલાકોમાં અપહરણ થયેલ ૧૩ માસના બાળક તથા આરોપી પ્રકાશ ભાઇલાલભાઇ દંતાણીની સી.સી.ટી.વી. ફૂટેજો તથા ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રિસોર્સિસની મદદથી પકડી પાડ્યો હતો.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી.જાટ
(૨) પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે એલ સીસોદીયા
(૨) હે.કોન્સ. જયદીપસિંહ ગનુભા
(૩) હે.કોન્સ. ‘વર્દસિંહ જુઠાજી
(૪) હે. કોન્સ. વિરલકુમાર જશવંતલાલ
(૫) હે. કોન્સ. ચેતનકુમાર કાળાભાઇ
(૬) પો.કોન્સ. રવિરાજસિંહ કાનજીભાઈ
(૭) પો.કોન્સ. અનિલકુમાર વજુભાઈ
(૮) પો.કોન્સ. મેહુલકુમાર બાબુભાઇ
(૯) પો.કોન્સ વનરાજસિંહ બળવંતસિંહ
(૧૦)પો કોન્સ કિરીટસિંહ રણજીતસિંહ
(૧૧)પો.કોન્સ ધવલકુમાર ઘનશ્યામભાઈ
(૧૨)પો કોન્સ અનિકેતમાઇ નવનીતમાઇ
(૧૩)પો કોન્સ અલ્પેશકુમાર ગોપાલભાઈ