ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ રૂ. 2,000ની નોટ બજારમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને જણાવ્યું છે કે જેમની પાર્ટી રૂ. 2,000ની નોટ છે તેઓ 23 મૈં 2023થી દેશની કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને અન્ય નોટો સાથે બદલાવી શકશે.
જોકે, નોટ બદલવા માટે રિઝર્વ બેન્કે 20,000ની મર્યાદા નિશ્ચિત કરી છે. 2000ની નોટો બદલવા માટે શહેરીજનોને તો કોઇ તકલીફ નહીં પડે. કારણ કે શહેરોમાં તો બેન્કોની ઉપલબ્ધતા વ્યાપક છે. પરંતુ જે ગામડાઓમાં બેન્કિંગ સુવિધાનો અભાવ છે ત્યાં ગ્રામવાસીઓ શું કરરી ગામડામાં રહેતા લોકો માટે રૂ. 2,000ની ચલણી નોટ બદલવા માટે બેન્કની જગ્યાએ બિઝનેસ કોરસ્પોન્ડન્ટકોણ છે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સેન્ટર?
બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ ના હોય તેવા ગ્રામ્ય વિસ્તારો અને કસ્બાઓમાં બિઝનેસ કોરસ્પોન્ડન્ટ સેન્ટરની સુવિધા હોય છે. વર્ષ 2006માં રિઝર્વ બેન્કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ અથવા બિઝનેસ ફેસિલિટેટર્સ જેવી નોન બેન્ક ઇન્ટરમીડિયરીઝના ઉપયોગને મંજૂરી આપી હતી. આ પગલાં પાછળ રિઝર્વ બેન્કનો આશય બેન્કિંગ અને નાણાકીય સેવાઓનું કાર્યક્ષેત્ર વધારવાનો હતો. બિઝનેસ
કોરસ્પોન્ડન્ટ બેન્કની જેમ જ કામ કરે છે. તે ગ્રામીણોના બેન્ક એકાઉન્ટ ખોલવામાં મદદ કરે છે. તે નાણાકીય વ્યવહાર પણ કરે છે.
ગામડામાં રહેતા લોકો પાસે રૂ. 2,000ની નોટ હોય તો તેમણે તેને બદલવા માટે બેન્કમાં જવાની જરૂર નથી. તેઓ બેન્ક કોરસ્પોન્ડન્ટ સેન્ટરમાં જઈને પણ આ નોટો બદલી શકે છે. જોકે, RBIએ
બેન્કોમાં રૂ. 2,000ની નોટો બદલવા માટે રૂ. 20,000ની મર્યાદા મૂકી છે ત્યાં બિઝનેસ કોરસ્પોન્ડન્ટમાં નોટ બદલવા માટે એક દિવસમાં માત્ર રૂ. 4,000ની મર્યાદા નિશ્ચિત કરી છે. વધુમાં બેન્કમાં નોટ બદલવા માટે ખાતું હોવું જરૂરી નથી, પરંતુ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ મારફત નોટ બદલવા માટે ત્યાં તમારું ખાતું હોવું જરૂરી છે.
ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2,000ની નોટને ‘ક્લિન નોટ પોલિસી’ હેઠળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ પોલિસી હેઠળ આરબીઆઇ ધીમે ધીમે રૂ. 2,000ની ચલણી નોટ બજારમાંથી પાછી ખેંચી લેશે. વધુમાં RBIએ કહ્યું છે કે નોટો બદલવા માટે બેન્કો કોઈ ચાર્જ વસુલી શકશે નહીં. આ સુવિધા નિઃશુલ્ક રહેશે.
RBIએ આખા દેશના 31 શહેરોમાં પ્રાદેશિક કચેરીઓ છે. શહેરીજનો આ કચેરીઓમાં જઈને પણ રૂ. 2,000ની નોટો બદલી શકશે. RBIની અમદાવાદ, બેંગ્લુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નઇ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં પ્રાદેશિક કચેરીઓ છે. રિઝર્વ બેન્કે બેન્કોને તાત્કાલિક અસરથી રૂ. 2,000ની નોટો તેમના ખાતાધારકોને આપવાનું બંધ કરી દેવા નિર્દેશ આપ્યા છે. એટલે કે હવે બેન્કો ગ્રાહકોને રૂ. 2,000ની નોટ નહીં આપે કે ATMમાંથી પણ રૂ. 2,000ની નોટ ઉપલબ્ધ નહીં થાય.
જોકે, બજારમાં જે નોટો ચલણમાં છે તે ચાલુ રહેશે.