ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વ્યાપક હિતમાં બી.કોમ., બી.સી.એ., બી.એસ.સી., બી.બી.એ. તેમજ બી.એ. ઓફલાઈન પધ્ધતિથી પ્રવેશ આપવા જ્યોર્જ ડાયસની શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી માંગ 

Spread the love

પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર એ.એમ.સી. અને વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપ પ્રમુખ જયોર્જ ડાયસ

મહિલા સશક્તિકરણ અને “બેટી બચાવો, બેટી પઢાવો’” સૂત્રને અપનાવી ખોખરા મહેમદાવાદમાં આવેલ કે. કા. શાસ્ત્રી કોલેજ અને નિકોલમાં આવેલ સરકારી કોલેજમાં બીજી પાળીમાં મહિલા કોલેજ તાત્કાલિક અસરથી શરૂ કરવી જોઇએ

અમદાવાદ

પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર એ.એમ.સી. અને વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપ પ્રમુખ જયોર્જ ડાયસે જણાવ્યું હતું કે પ્રથમ વર્ષ બી.કોમ., બી.સી.એ., બી.એસ.સી., બી.બી.એ. તેમજ બી.એ. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાના નકારાત્મક પરિણામો કારણે વિદ્યાર્થીઓને ભોગવી પડતી હાલાકી અંગે રાજથ ના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને આજે રૂબરૂમાં વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, યશ ચૌધરી,ચંદ્રપ્રકાશ બિંદ્રાણી,આનંદ પટેલ નાયક પ્રતિનિધિ મંડળ વિગતવાર રજૂઆત કરી વિદ્યાર્થી આલમના વ્યાપક હિતમાં ઓફલાઈન થી પ્રવેશ આપવાની માગણી કરી હતી. રાજયના શિક્ષણ વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે ખોખરા ખાતે કે. કા. શાસ્ત્રી કોલેજ તેમજ નિકોલમાં સરકારી કોલેજો શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ કોલેજોમાં ઓનલાઈન પ્રવેશ પધ્ધતિને લઈને સ્થાનિક વિદ્યાર્થીઓને ભારે અન્યાય થાય છે કેમ કે, ઓનલાઈન પ્રવેશ પધ્ધતિમાં ૨૫ કોલેજો ફરજીયાત પસંદ કરવાની હોય છે વિદ્યાર્થીઓ ભુલથી સરકારીના બદલે સેલ્ફ ફાઈનાન્સ ઉપરના ક્રમાંકમાં ભુલથી પસંદ કરે તો સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં પ્રવેશ લેવો પડે છે અથવા એકસ્ટર્નલ તરીકે પ્રવેશ લેવો પડે. આ ઉપરાંત ઓનલાઈનમાં સ્થાનિક વિદ્યાર્થીઓમાં ખાસ કરીને છોકરીઓને સ્થાનિક નજીકની કોલેજોના બદલે દુર દુરની કોલેજોમાં પ્રવેશ મળે છે. પરિણામે વાલીઓ તેમને ઘરથી દુર ભણવા મોકલવા તૈયાર થતાં નથી અને તેનું ભણતર બગડે છે. એટલું જ નહીં ઓનલાઈન પ્રક્રીયાના નકારાત્મક પાસાઓના કારણે દસ-દસ રાઉન્ડો યોજવા પડે છે અને છેલ્લે તો ઓફલાઈન પધ્ધતિથી પ્રવેશ આપવાની ફરજ પડે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડે છે. તેના ઉપાય રૂપે ઓનલાઈનના બદલે ઓફલાઈન પ્રવેશ પધ્ધતિથી પ્રવેશનો વિકલ્પ કે વ્યવસ્થા કરવી જોઈએ જેથી પ્રવેશની પ્રક્રીયા પણ ઝડપથી પૂરી થાય અને ગરીબ અને મધ્યમ વર્ગને સરકારી કોલેજોમાં પ્રવેશ મળી શકે આ અંગે વિજ્ઞાન પ્રવાહના અધ્યાપકોને સંચાલક મંડળે પણ ઓફલાઈનથી પ્રવેશ આપવાની માંગણી કરી છે.ઓનલાઈન સીસ્ટમના કારણે સ્થાનિક છોકરીઓ જે ભણવા માંગે છે. પરંતુ દુરદુરની કોલેજ તેમજ સ્વનિર્ભર કોલેજમાં એડમીશન મળે છે જેથી અમારી માંગણી છે કે, ઓનલાઈન સીસ્ટમના બદલે ઓફલાઈન સીસ્ટમ દ્વારા અથવા ધોરણ-૧૧ સાયન્સમાં અપનાવેલ પ્રવેશ પધ્ધતિથી સ્થાનિક વિદ્યાર્થીઓને નજીકની કોલેજોમાં એડમીશન મળે તેવું આયોજન કરવું જોઈએ.આ ઉપરાંત પૂર્વ વિસ્તારની મહિલાઓ સારા એવા પ્રમાણમાં છે જેમાં મધ્યમ, ગરીબ અને પછાત વર્ગની મહિલાઓ હોવાથી તેઓને દુર દુરની કોલેજ કે સ્વનિર્ભર કોલેજ પોષાય તેમ નથી. મહિલા સશક્તિકરણ અને “બેટી બચાવો, બેટી પઢાવો’” સૂત્રને અપનાવી ખોખરા મહેમદાવાદમાં આવેલ કે. કા. શાસ્ત્રી કોલેજ અને નિકોલમાં આવેલ સરકારી કોલેજમાં બીજી પાળીમાં મહિલા કોલેજ તાત્કાલિક અસરથી શરૂ કરવી જોઇએ.પૂર્વ વિસ્તારના ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વ્યાપક હિતમાં બી.કોમ., બી.બી.એ., બી.સી.એ, બી.એસ.સી. અને બી.એ.ને ઓફલાઈન પ્રવેશ પધ્ધતિથી પ્રવેશ આપવા અથવા છેલ્લા ૪૦ વર્ષથી સફળ થયેલ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહ માટે અપનાવામાં આવેલ પ્રવેશ પધ્ધતિથી પ્રવેશ આપવા અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com