ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતુસ સાથે એક વ્યકિતને પકડતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી અનિશએહમદ

આરોપી પાસેથી પિસ્તોલ નંગ- ૧ તથા 7.65 ના કારતુસ નંગ- ૨ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૨૦૦ના હથીયાર સાથે મળી આવ્યા

અમદાવાદ

આગામી રથયાત્રા અનુસંધાને ગે.કા. હથિયારો શોધવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્રર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇ. એ.ડી.પરમારની ટીમના પો.સ.ઇ. બી.યુ.મુરીમા તથા એ.એસ.આઇ. જયેશ ધર્મરાજ તથા હે.કો. ઇમરાનખાન અબ્દુલખાન તથા પો.કો. શૈલેષભાઇ ચમનભાઇ દ્વારા આવા ગે.કા. હથિયારો રાખતા આરોપી અનિશએહમદ સન/ઓફ મહેબુબભાઈ કછોટ (વ્હોરા) ઉવ.૩૯ રહે, ઘર નં- ૭૫ સિદ્દીકાબાદ સોસાયટી મનપસંદ પાર્લરની પાછળ અંબર ટાવર જુહાપુરા , વેજલપુર એકતા મેદાન (મુસ્કાન ગાર્ડન) સામેથી ઝડપી લીધો હતો.આરોપી પાસેથી પિસ્તોલ નંગ-૦૧ તથા 7.65 ના કારતુસ નંગ-૦૨ મળી કુલ્લે કિ.રૂ.૨૫,૨૦૦ના હથીયાર સાથે મળી આવતા ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-બી ૧૧૧૯૧૦૧૧૨૩૦૧૪૦/૨૦૨૩ ધી આર્મ્સ એક્ટ કલમ : ૨૫(૧)(બી-એ), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપી ગરીબ નવાઝ હોટલના નામથી જુહાપુરા ખાતે નોનવેજની હોટલ ચલાવતો હોય. ત્યાં અવાર નવાર ઝઘડાઓ થતાં હોય, જેથી પોતાની હોટલ પર કોઈ લુખ્ખાગીરી કરે નહીં તેથી આ પિસ્તોલ તથા કારતુસ-૨ એક યુ.પી.ના છોકરા પાસેથી રૂ.૨૫,૦૦૦માં ખરીદ કરેલ હોવાનુ બહાર આવ્યું હતું.

આરોપીઓનો ગુનાહીત ઇતીહાસ

પકડાયેલ આરોપી અગાઉ વર્ષ-૨૦૧૦ માં વિરમગામ પો.સ્ટે. ખાતે મારા-મારીના એક ગુનામાં પકડાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com