આરોપી સદ્દામહુશેન જાવેદહુશેન મોમીન
અમદાવાદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. વી.ડી.ડોડીયા, અ.હેડ.કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, અ.પો.કોન્સ. હર્ષદસિંહ ગંભીરસિંહ તથા અ.પો.કોન્સ. દિગ્વિજયસિંહ ભુરુભા દ્વારા વગર પાસ પરમીટના હથિયાર રાખતાં આરોપી સદ્દામહુશેન જાવેદહુશેન મોમીન ઉ.વ.૩૨, રહે. મકાન નં.૩, મીન્હાજ પાર્ક, લબબેક પાર્કની સામે, કેનાલ પાછળ, ફતેવાડી, વેજલપુર, સરખેજ, ફતેવાડી કેનાલ પાસે સવેરા હોટલ સામેથી ઝડપી લીધો હતો.
આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ નંગ ૧ કિ.રૂ.૧૦,૦૦૦ , જીવતો કારતુસ નંગ ૧ કિ.રૂ.૧૦૦, મોબાઇલ ફોન નંગ ૧ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂ.૨૦,૧૦૦ મુજબનો મુદ્દામાલ મળી આવતા તેના વિરુધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ પો.સ.ઇ. વી.ડી.ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.આરોપી સદ્દામહુશેન જાવેદહુશેન મોમીન એ નહી પકડાયેલ આરોપી બાબુ કાળીયો પાસેથી આશરે ત્રણેક મહિના પહેલાં દેશી બનાવટની પિસ્ટલ નંગ ૧ તથા જીવતા કારતુસ નંગ ૪ રૂ.૪૦,૦૦૦ માં ખરીદ્યા હતા. જે હથિયાર ચાલુ છે કે કેમ ? તે અંગે ખરાઇ કરવા માટે તેણે ત્રણ કારતુસથી અવાવરૂ જગ્યા ખાતે રાત્રીના સમયે ફાયરીંગ કરેલ હોવાનું જણાવતો હોય, જે સબંધમાં વધુ પૂછપરછ ચાલુ છે. તેમજ વોન્ટેડ આરોપી બાબુ કાળીયો રહે. ફતેવાડી, સરખેજ, અમદાવાદની પણ શોધખોળ ચાલુ છે.
આરોપીનો ગુનાહીત ઇતિહાસ
(૧) સને-૨૦૦૮ માં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ખૂનના ગુનામાં પકડાયેલ છે.
(૨) સરખેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૮૨૦૧૩૯૯/૨૦ ઇપીકો કલમ ૩૮૬,૩૨૩, ૩૨૫, ૪૫૨, ૫૦૬(૨), ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ
(૩) વેજલપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૩૫૬/૨૦૧૪ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ) વિગેરે મુજબ
(૪) વેજલપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં.૩૧૪૧/૨૦૧૯ ઇપીકો કલમ ૩૨૩, ૨૯૪(ખ) વિગેરે મુજબ.