Coronavirusની મહામાચી વચ્ચે ફિલિપાઈન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ફસાયા છે.હાલમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલાને લોકડાઉન કરવામાં આવી છે. જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એકલા મનિલામાં ગુજરાતી ૨૫થી ૨૬ જેટલા વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જ્યારે આખાયે ફિલિપાઇન્સમાં અંદાજે 600 થી 700 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. હાલમાં અમુક વિદ્યાર્થીઓનો પાસપોર્ટ રીન્યુ કરવા ગયેલો છે એડવાઇઝરીના કારણે 14 એપ્રિલ સુધી વિદ્યાર્થીઓને પાસપોર્ટ મળી શકે તેમ નથી.ઇન્ડિયન એમ્બેસી અને ફિલિપિન્સસરકારે ટ્રાવેલ કરવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો.તમામ વિદ્યાર્થીઓએ મોંઘા ભાવે ટિકિટ બુક કરાવી છતાં પણ તે સ્વદેશ પરત ફરી શકતા નથી.જે તમામ વિદ્યાર્થીઓએ gstvના માધ્યમથી ગુજરાત અને ભારત સરકારને અપીલ કરી છે કે તેમને જલ્દીથી સ્વદેશ પરત લાવવામાં આવે.
કોરોના(Corona)એ પૂરા વિશ્વને હંફાવી દીધું છે. કેટકેટલા પ્રયત્નો કરવા છતાં કોરોનાને રોકવા અક્ષમ દેશો હવે કોરોના(Corona) સામે ઘૂંટણીયે પડી ગયા છે. કોરોના(Corona)ને આગળ વધતો રોકવા અમેરીકામાં કર્ફ્યુ અને ફ્રાન્સમાં લોકડાઉન આપી દેવામાં આવ્યું છે. ફ્રાન્સે આગામી 15 દિવસ દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ આદેશ આપ્યો કે કોરોનાનો ચેપ આગળના વધે એટલે ફ્રાન્સના નાગરિકો ઓછામાં ઓછા 15 દિવસ ઘરની બહાર ના નીકળે. તો બીજી તરફ કોરોનાના ચેપથી બચવા માટે યુ.એસ.ના બે મોટા રાજ્યો ન્યુ જર્સી અને સાન ફ્રાન્સિસ્કોમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન નાગરિકોને કહેવામાં આવ્યું છે કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળવું અને 10 થી વધુ લોકોએ એકઠા થવું નહીં. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં 7 હજાર લોકોની મોત થઈ છે. ત્યારે લગભગ 1.75 લાખથી પણ વધુ લોકોને આ વાઈરસનો ચેપ લાગ્યો છે.
ભારતમાં પણ કોરોના(Corona)ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષની બાળકોનો કોરોના (Corona) ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. જેમાં યુરોપીય યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રિકોને 18 માર્ચથી આગળના આદેશ સુધી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો.
વિશ્વભરમાં જીવલેણ Coronavirus નો સામનો કરી રહ્યો છે. ત્યારે સમગ્ર દુનિયા Coronavirus સામે લડવા ઝઝૂમી રહ્યું છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસીકેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દરદીઓને રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.