AMCની વર્લ્ડ બેંકની ૩૦૦૦ કરોડની લોન ખતરામાં ? “પ્રી-મોન્સુન પ્લાન નિષ્ફળ’ ? : શહેઝાદ ખાન

Spread the love

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કૉંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણ

પ્રી-મોન્સુન એકશન પ્લાનનો અમલ કરવા તેમજ કામગીરીનું મોનીટરીંગ કરવા કોંગ્રેસની માંગણી

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કૉંગ્રેસ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદમા ચોમાસાની સિઝનમાં વરસાદમાં ઠેર ઠેર નગરજનો કુદરતી આપત્તીનો ભોગ ના બને , પાણી ના ભરાય , ડ્રેનેજ બેક ના મારે, શહેર જળબંબાકાર થઇ ના જાય તેવી તમામ બાબતોને ધ્યાનમાં લઇ નગરજનોને કોઇ હાલાકીનો ભોગ ના બનવું પડે તે માટે મ્યુનિ.વહીવટી તંત્ર દ્વારા પ્રી-મોન્સુન એકશન પ્લાન તૈયાર થાય છે પરંતુ રવિવારે પડેલ ૩ ઇંચ વરસાદમાં પ્રી-મોન્શન પ્લાન નિષ્ફળ મુવીનું ટ્રેલર પ્રજાને અને સૌને જોવા મળેલ છે. તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રી-મોન્સુન એકશન પ્લાન દર વર્ષે તૈયાર કરવામાં આવે છે તેમાં વિવિધ પ્રશ્નોની રજુઆત કરવા છતાં તેમજ તે અંગે તાકીદે કામગીરી કરવા જણાવ્યા છતાં કોઇ અસરકારક પરિણામ આવતું નથી આવી પરિસ્થિતિને કારણે પ્રિ-મોન્સુન એકશન પ્લાન કાગળ પર જ રહેવા પામે છે અથવા નિષ્ફળ જાય છે.

બે વર્ષ પહેલાં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે રૂા. ૩૦૦૦ કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલ અને તે સમયે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પરંતું આ લોન વર્લ્ડ બેંક તરફથી અટકાવી દેવામાં આવેલ છે જેથી કામો થઈ શક્યાં નથી જેને કારણે પ્રજા હેરાન પરેશાન થયેલ છે.

બે માસ પહેલાં જ નવીલાઇનો ડી-સીલ્ટીંગ કરવા બાબતના કરોડો રૂા ના કામો મંજુર કરેલ હતાં તે કામો થયાં છે કે કેમ ? માત્ર કાગળ પર જ કામો થવા પામેલ છે ? શહેરના મોટા ભાગના વિસ્તાર પાણી કેમ ભરાયાં ?ગઇ કાલે પડેલ વરસાદમાં અમદાવાદમાં રોડ તુટવા શરૂ થઇ જવા પામેલ છે ગત વર્ષ તથા ચાલુ વર્ષના મળી કુલ ૨૦૦૦ કરોડના ખર્ચે બનાવેલ રોડ તુટી ગયા છે. જેને કારણે ગત વર્ષ જેવી પરિસ્થિતિનું પુરાવર્તન થાય તેમાં નવાઇ નથી.હજુ તો ચોમાસાની સિઝનના આગામી દિવસોમાં વધુ વરસાદ આવે તેવી ભીતી પણ છે ત્યારે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી તાકીદે પ્રી-મોન્સુન એકશન પ્લાનનો સંપૂર્ણ અમલ કરાવી શહેરના નગરજનોને પડતી તમામ હાલાકી માંથી મુક્તિ અપાવવા કાર્યવાહી કરવા તેમજ પ્રી-મોન્સુન એકશન પ્લાનન કામગીરીનું મોનીટરીંગ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com