વિપુલભાઈ રમેશભાઈ ભરવાડ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને અરજી પત્ર
રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરનો નામંજૂર પત્ર
ભાવનાબેન દ્વારા લગભગ બે વર્ષથી ફ્રોડ અને ચીંટીંગ તેમજ અન્ય ગુના બાબતની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશન ખાતે કરેલ હતી
રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ધરપકડ થાય તેવી વિપુલભાઈ રમેશભાઈ ભરવાડની માંગણી
અમદાવાદ
વિપુલભાઈ રમેશભાઈ ભરવાડ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને અરજી કરવામાં આવી હતી જેમાં મારા કાકી નામે ભાવનાબેન દ્વારા લગભગ બે વર્ષથી ફ્રોડ અને ચીંટીંગ તેમજ અન્ય ગુના બાબતની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશન ખાતે કરેલ હતી, પરંતુ કોઈ જ કાર્યવાહી ન થતાં ઉચ્ચ અધિકારીઓને લેખિત, મૌખિક ફરિયાદ કરી હતી . આરોપીઓને બચાવવાના બઈરાદાથી મારા કાકા (ધીરુભાઈ) ઉપર પણ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ લાવતા હતા ! પરંતુ દબાણને વશ ન થતાં ફરિયાદ પાછી ખેંચાવાના બદ્ઘરાદાથી તેમની ઉપર હદપારીની નોટીસ કાઢવામાં આવેલ હતી, પરંતુ આ બાબતે પ્રિસાઈડીંગ ઓફ્સિર અને મદદનીશ પોલીસ કમિશ્નર ડી ડિવિઝન દ્વારા અમારી વિસ્તૃત રજૂઆત અને પુરાવાઓને લીધે નોટીસ રદ કરેલ હતી. ઉચ્ચ અધિકારીઓની દરમ્યાનગીરી બાદ તેમજ એફ.એસ.એલ. નો રિપોર્ટ આવી ગયા પછી પણ એક મહિના જેવા લાંબા સમય બાદ તા. ૨૮-૦૩-૨૦૨૩ના રોજ રામોલ પોલીસ સ્ટેશન દ્વારા એફ.આઈ.આર. નોંધી હતી.
આરોપીઓ દ્વારા નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન અરજી કરવામાં આવેલ હતી, પરંતુ નામદાર કોર્ટે તેમની અરજી નામંજુર કરેલ છે તેમજ અન્ય કોર્ટો દ્વારા ધરપકડ નહીં કરવાના કોઈ આદેશ આપેલ નથી છતાં પણ રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ નથી. રામોલ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓની ધરપકડ થાય તેવી માંગણી કરી છે. આ બાબતનો વિરોધ કરવા તારીખ ૩૦-૦૫-૨૦૨૩ના રોજ સવારે ૧૧ થી ૬ કલાક સુધી ૧૦૦ થી વધુ મહિલાઓ ધરણાની મંજુરી આપવા માંગ કરી હતી પરંતુ ધરણાંની અરજી રામોલ પોલીસ સ્ટેશન દ્વારા ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરતાં સુરક્ષાના ભાગરૂપે મંજૂરી આપવામાં નહોતી.જેથી પરવાનગી ના-મંજુર કરવામાં આવી હતી.