દિવાળી બાદ સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલી માર્કેટમાં સદંતર મંદીનો માહોલ ચાલી આવ્યો છે. તમામ સીઝનો નિષ્ફળ જતા માત્ર ૩૦થી ૩૫ ટકા જેટલો જ વેપાર પ્રતિ સીઝનમાં મળી શક્યો છે. જ્યાં હવે દક્ષિણ ભારતમાં આવી રહેલી ‘આડી’ની સિઝન પર વેપારીઓ મીટ માંડી બેઠા છે અને રૂપિયા ૧,૫૦૦ કરોડનો વેપાર થાય તેવી આશા સેવી બેઠા છે. હાલ બજારમાં ચાલી રહેલી મંદીના કારણે માત્ર ૭૫ થી ૧૦૦ જેટલી ટ્રક ટ્રાન્સપોર્ટ મારફતે સુરતથી અન્ય રાજ્યોમાં જઈ રહી છે. જે સામાન્ય દિવસોમાં ૨૫૦ થી ૩૦૦ જેટલી ટ્રક માલ ભરી જતી હતી. વર્તમાન સ્થિતિમાં અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતો માલ પણ રિટર્ન થતાં વેપારીઓની ચિંતા વધી છે.સુરત એશિયાનું સૌથી મોટું કાપડ માર્કેટ ગણવામાં આવે છે. ટેકસ્ટાઈલ્સ સીટી તરીકે ઓળખાતા કાપડ માર્કેટજને દિવાળી બાદ એકાએક મંદીનું ગ્રહણ લાગ્યું છે. જેના કારણે વેપાર કરતા સામાન્ય વેપારીઓની ચિંતામાં વધારો થયો છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં ૧૬૫થી પણ વધુ ટેક્સટાઇલ માર્કેટ આવેલ છે. જે માર્કેટમાં આવેલ અંદાજીત ૬૫થી ૭૫ હજાર જેટલી દુકાનોમાં વેપાર કરતા વેપારીઓ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં સુરત માર્કેટમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે ૨૫૦ થી ૩૦૦ જેટલી ટ્રકો કાપડનો માલ ભરી અન્ય રાજ્યોમાં જાય છે. પરંતુ આ ટ્રકોની સંખ્યા ઘટી હાલ ૭૫ થી ૧૦૦ પર પોહચી ગઈ છે. જેના કારણે સુરતનો કાપડ ઉદ્યોગ મંદીમાંથી હાલ પસાર થઈ રહ્યો છે.
સુરતના કાપડ વેપારી અને ફોસટા ડિરેકટર રંગનાથ શારદાના જણાવ્યા પ્રમાણે, દિવાળી બાદ કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે. દિવાળી બાદની તમામ સિઝન ફેલ ગઈ છે. પ્રત્યેક સીઝનમાં ધારણા મુજબ વેપાર મળ્યો નથી. પ્રત્યેક સીઝનમાં માત્ર ૩૦થી ૩૫ ટકા જેટલો જ વેપાર મળતા સિઝન ફેલ ગઈ છે. જેના કારણે કાપડ વેપારીઓની ચિંતા વધી છે. સુરતથી મોકલવામાં આવેલ કાપડનો માલ પણ રિટર્ન આવી રહ્યો છે. જેની પાછળ બહારની કાપડ મંડીઓમાં પણ ગ્રાહકી નહિવત હોવાનું કારણ જવાબદાર છે. અન્ય રાજ્યોના વેપારીઓને અગાઉ મોકલવામાં આવેલ માલનું પેમેન્ટ પણ નથી મળ્યું અને ઉઘરાણી કરે તો વેપારીઓ માલ રિટર્ન મોકલી રહ્યા છે.
આગામી દક્ષિણ ભારતમાં ‘આડી’ની સિઝન આવી રહી છે. જે સિઝનથી સુરતના વેપારીઓને અંદાજીત ૧૫૦૦ કરોડના વેપારની આશા છે. જુન અને જુલાઈ માસમાં દક્ષિણ ભારતમાં ‘આડી’નું શેલ લાગે છે. જેના પગલે હાલ સુરત ખાતે વેપારીઓની અવરજવર શરુ થઇ ચુકી છે. જેથી સારો વેપાર મળે તેવી આશા છે. સુરતના વેપારીઓ પાસે અગાઉનો મોટો સ્ટોકલ હાલ પહેલાંથી પડ્યો છે. જે માલ ‘આડી’ની સિઝનનો ઓર્ડર પૂર્ણ કરી કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. જેના ઠકી આગામી સીઝનમાં અન્ય ઓર્ડર પુરા કરવામાં આવશે.