ઉત્તર ગુજરાતના નીતિન કાકા ની પકડ સારી છે, ડેપ્યુટી મુખ્યમંત્રી હતા ,ત્યારે સૌથી વધારે અરજદારો તેમને મળવા આવતા હતા, આખાબોલા અને કામ થશે તો હા, નહિતર સ્પષ્ટ ના પાડી દે તેવા કોડા છાપ કહેવાય, રાજકારણમાં મોટું માથું ગણાતા અને ૬૬ વયના કાકા ૩૦ વર્ષનો રાજકીય અનુભવ ધરાવે છે, હાલ નીતિન પટેલને ઉતરાખંડ- યુપીના પાંચ કલસ્ટર અભિયાનની જવાબદારી સોપાઈ છે. જે સરકારના થયેલા કામો, જનજાગૃતિ મારફતે લોકો સુધી પહોંચાડશે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થવાના આરે છે, ત્યારે ૩૦ મેથી ૩૦ જુન સુધી જન સંપર્ક અભિયાન ચલાવવામાં આવનાર છે ,ત્યારે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ, તેહરી ગઢવાલ ,હરિદ્વારા અને ગઢવાલ તથા ઉત્તર પ્રદેશના મુઝફફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઇ છે.આ લોકસભા કલસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે.