ગુજરાતનું કહેવાતું GJ-18 જાેવા જઈએ તો ગ્રીન સિટી, વૃક્ષોનીનગરી, કહેવાતું હતુ. પણ હવે ઝાડવાઓનો ખો નીકળી જતા કોંક્રીટના જંગલોમાં તબ દિલ થઈ ગયું છે, ત્યારે ન્યુ GJ-18 એવા (કુડાસણ, રાયસણ, રાદેશણ ,કોબા ,સરગાસણ)જેવા વિસ્તારો ડેવલોપ થતા હવે ત્યાં મોટા કોક્રેટના જંગલોમાં તબદિલ થઈ જતા પશુ પક્ષીઓનો હવે સૌથી વધારે આવાસ OLD GJ-18 બન્યો છે, ત્યારે સચિવાલયમાં પણ પક્ષીઓનો કલરવ વધી ગયો છે પણ જંગલ ખાતા ની હદમાં અત્યારે સૌથી વધારે વસ્તી વધી હોય તો તે નીલ ગાયોની છે, હવે તો સેક્ટરોમાં પણ જાેવા મળી રહી છે, નીલગાય ગમે ત્યારે ભડકે અને દોડવા લાગે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રીઓ પણ આ નીલગાયથી બાલ બાલ બચેલા છે. સેક્ટરોમાં હવે ખુલ્લેઆમ ફરતી નીલ ગાયો સર્કલો ઉપર પણ દેખાવા લાગી છે ,ત્યારે વાહનચાલકો વાહન લઈને જતા હોવાથી ઘણીવાર આ નીલ ગાયના કારણે એકસીડન્ટથી લઈને ઇજાગ્રસ્તના પણ ભોગ બની રહ્યા છે, મનપા દ્વારા ખસીકરણ કરીને શ્વાનોને લઈ જવામાં આવે છે, ત્યારે શ્વાનો એ ભરેલું બચકું ૧૪ ઇન્જેક્શન લેવા પડે પણ નીલ ગાયની અડફેટે આવી ગય જાય તો મૃત્યુ ધામ સુધી પહોંચાડી દે, ત્યારે આવા ઘણા જ બનાવો બનેલા છે, ત્યારે નીલ ગાયોનું કંઈક કરો,