કરોડની જમીનની કિંમત કોડીની થઈ જશે, ગુજરાતની જમીનમાં વધી રહ્યુ છે ખારાશ

Spread the love

ગુજરાતમાં અત્યાર સુધી જળસંકટની વાતો થઈ રહી હતી, હવે ગુજરાતની જમીન પણ સંકટમાં છે. જાે તમે ગુજરાતમાં પ્રોપર્ટીમા ઈન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો અને સારી જમીનમાં રોકાણ કરવા માંગો છો, તો આ રિપોર્ટ પર એક નજર કરી લેજાે. શક્ય છે કે, વર્ષો બાદ તમારી જમીન કોઈ કામની નહિ રહે. કારણ કે, ગુજરાતની જમીનમાં ખારાશ વધી રહી છે. જાે આ ખારાશ વધતી જ રહી તો ગુજરાતની ૯૦ લાખ હેક્ટર જમીન વેરાન થઈ જશે. એક રિપોર્ટ અનુસાર, ગજુરાતમાં ૫૮.૪૧ લાખ જમીનમાં ખારાશ આવી ગઈ છે. ગુજરાત પાસે ૧૬૦૦ કિલોમીટર દરિયો છે. જેની આસપાસની જમીનોમાં ખારાશ હોવી સામાન્ય વાત છે. પરંતુ દરિયાકાંઠા વગરની જમીનોમાં પણ ખારાશ વધી રહી છે. આ કારણે આ જમીનમાં ખેતી કરવુ ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે. ગુજરાતની જમીન ઉજ્જડ અને વેરાન બની રહી છે. જમીનમાં પૂરતો ભેજ હોવા છતા ખેડૂતોનો પાક સૂકાઈ જાય છે. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા અનાજ ઉત્પાદનને મોટી અસર થઈ રહી છે. ગુજરાતના એક ખેડૂતને સરેરાશ ૩ ટન અનાજ ગુમાવવું પડી રહ્યું છે. તેનુ એકમાત્ર કારણ છે કે ગુજરાતની જમીનમાં ખારાશ આવી ગઈ છે. જાે આવુ ને આવુ રહેશે તો માત્ર ૩ દાયકામાં ગુજરાતની ૯૦ લાખ હેક્ટર જમીન કોઈ કામની નહિ રહે. આ જમીન ખારાશને કારણે ઉજ્જડ અને વેરાન બની જશે. માર્કેટમાં કોઈ તેનો એક રૂપિયો પણ નહિ આવે.

હાલની સ્થિતિ પર નજર કરીએ તો, ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ ૫૮.૪૧ લાખ હેક્ટર જમીનમાં ક્ષાર છે. કચ્છનું નાનુ રણ – ૩૬.૯૨ ટકા જમીન, સુરેન્દ્રનગરનું રણ – ૮૯ હજાર હેક્ટર જમીન, કુલ જમીન – ૧૩.૩૦ ટકા વેરાન આંકડા કહે છે કે, આખા દેશમાં માત્ર ગુજરાતમાં જ સૌથી વધુ ખારાશવાળી જમીન છે. જેનુ પ્રમાણ સતત વધીર હ્યું છે. ચિંતાનો વિષય એ છે કે, ખારી જમીનનું સંકટ આગામી દિવસોમાં વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છની જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ છે. આ જમીનમાં સોડિયમ, સલ્ફેટ, ક્લોરાઈડ, મેગ્નેશિયમની માત્રા વધુ જાેવા મળી છે. નવા વિસ્તારોમાં ખારાશની સમસ્યા સતત વધી રહી છે અને તેની વર્તમાન અસરગ્રસ્ત વિસ્તાર વર્ષ ૨૦૫૦ સુધીમાં ત્રણ ગણો વધીને ૨૦ મિલિયન હેક્ટર થવાની સંભાવના છે. દેશની કુલ જમીનના ૫૦ ટકા ખારી જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત ૫૮.૪૧ લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે. જે ૨૦૫૦ સુધીમાં વધીને ૯૦ લાખથી ૧.૨૦ કરોડ હેક્ટર થઈ શકે છે. જેમાં ખેતી લાયક જમીન ૧.૧૦ કરોડ હેક્ટર છે. જેમાં ૧૪ ટકા જમીન ખારી છે તે ૪૦-૪૨ ટકા જમીન ખારી કે ખારાશ ધરાવતાં પાણી વાળી થઈ શકે છે.

એવુ નથી કે આ સમસ્યાનું કોઈ સોલ્યુશન નથી. ખારી જમીનને આગળ વધતી અટકાવી શકાય છે. તે માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાપન પ્રણાલીની જરૂર છે જેમાં સિંચાઈ યોજનાઓનું યોગ્ય સંચાલન અને ગંદા પાણીનો પુનઃઉપયોગ અને સુરક્ષિત નિકાલનો સમાવેશ થાય છે. જીપ્સમનો ઉપયોગ, યોગ્ય પાક અને જાતોની પસંદગી, યોગ્ય પાકનું પરિભ્રમણ, કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન, ખાતર અને ખાતરોનો સંતુલિત ઉપયોગ, ઉંડા ખેડાણ, લીલા ઘાસનો ઉપયોગ વગેરે એવા પગલાં છે જેના દ્વારા જમીનની ખારાશને અટકાવી શકાય છે.ગ્લોબલ વોર્મિંગ અસર વચ્ચે ભરૂચ- અંકલેશ્વર નજીક ગુજરાતની જીવાદોરી નર્મદા નદી અસ્તિત્વ ગુમાવી રહી છે. નર્મદા ડેમના ડાઉન સ્ટ્રીમ હોવાના કારણે પાણીની અછત અને આગળ વધતો દરિયાનો બેવડો માર પડી રહ્યો છે.ભરૂચમાં દરિયો નર્મદાના મીઠા પાણીને ૩૦ કિમી દૂર સુધી ખારાશ ફેલાવી ચૂક્યો છે. ખારાશમાં પરિવર્તિત થઈ રહેલી નર્મદા નદીના કારણે બંને કાંઠાના ખેડૂતો માટે નર્મદા નદીના પાણીથી સિંચાઇનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. તો નજીક બોરમાં પણ પાણી ખારા આવી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. ૧૨૦ કિમી સમુદ્ર કાંઠો ધરાવતા ભરૂચ જિલ્લામાં સમુદ્ર સીમાડા ઓળગી રહ્યો છે. જિલ્લાના કલદારા ગામની જમીનનો મોટો વિસ્તાર ભરખી જનાર ખંભાતનો અખાત હવે નર્મદા નદીને ભરખી રહ્યો છે. અમાસ અને પુનમની ભરતી સમયે ૩૦ કિમી સુધી જાણે નર્મદા અસ્થિત્વ ગુમાવી બેસે છે. હાલ સમુદ્રની નદી ઉપર હુમલાની મંદ જણાવી અસરો આવનારા દિવસોમાં ભરૂચ- અંકલેશ્વર નજીક નર્મદા નદીનું અસ્થિત્વ મિટાવી દે તેવો ભય ઊભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com