આરોપી સાબીરઅલી ઉર્ફે કાલુ
અમદાવાદ
આગામી રથયાત્રા અનુસંધાને પોલીસ કમિશનર અમદાવાદ તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ એ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સારું સુચના કરેલ હોય
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન હેઠળ તથા પો.ઇન્સ. યુ.એચ.વાસાવાના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એસ.યુ.ઠાકોરને મળેલ બાતમી આધારે આરોપી સાબીરઅલી ઉર્ફે કાલુ જાવેદઅલી જાતે-સૈયદ ઉ.વ.૨૨ રહે. રામોલ તલાવડી, ગેસ ગોડાઉનની ગલીમાં રામોલ, અમદાવાદને વગર પાસ પરમીટની ગેરકાયદેસરની દેશી બનાવટનો તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/ના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પો.સ્ટે. માં ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ. એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ તરફ સોંપી છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) યુ.એચ.વસાવા,પો.ઇન્સ.
(૨) એસ.યુ.ઠાકોર, પો.સ.ઇ.
(૩) મ.સ.ઇ. અબ્દુલભાઇ મહોમદભાઇ (બાતમી)
(૪) હે.કો સમીર જહીરૂદીન
(૫) પો.કો. મુકેશભાઇ ગોવિંદભાઇ (ફરીયાદી)
(૬) પો.કો મનોજસિંહ મુકુંદસિંહ
(૭) પો.કો નરેન્દ્રસિંહ હઠીસિંહ