સરકાર દ્વારા શ્રમજીવી (ગલ્લા ધારકો)ને લોન, બીજી બાજુ દબાણ હટાવોમાં રોજગારી છીનવાતાં હપ્તા કોણ ભરશે?
ગુજરાતનું કહેવાતું GJ-18 ખાતેથી તમામ આદેશો, પરીપત્રો, ઠરાવો અહીંથી પસાર થાય પણ સરકારથી ઉપરવટ નિર્ણય જાય ત્યારે આંચકો સમાન ગણાય, ત્યારે કોરોનાની મહામારી બાદ સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવાયા છે, ત્યારે રોજગારી આપવા દરેક શ્રમજીવીને ૧૦ હજારથી લઇને ૫૦ હજારની લોનો બેન્કો આપી રહી છે. બેન્કોનો લોનો ભરાઇ જાય ત્યારે બીજીવાર લોનના આંકડામાં વધારો થઇ શકે, ત્યારે ય્ત્ન-૧૮ મનપા દ્વારા શ્રમજીવી (લારીગલ્લા ધારકોને) દબાણ હટાવો ઝુંબેશમાં રોજગારી ધીનવાતાં મેયર, ભાજપ શહેર પ્રમુખથી લિને તમામને રજુઆત કરી હતી, ત્યારબાદ કામ ન થતાં કોંગ્રેસ સાથે રજુઆત કરતાં કોંગ્રેસ એક્શનમાં આવી ગઇ હતી, ત્યારે રાજકીય લડાઇમાં શ્રમજીવીઓનો મરો થઇ ગયો હોય તેવી હાલત થઇ ગઇ હતી,
કોંગ્રેસ મોરચો સંભાળ્યો બાદ ભાજપ પણ હરકતમાં આવી ગયું હતું. ત્યારે ભાજપનાં શહેર પ્રમુખથી લઇને મેયર સુધી શ્રમજીવીઓએ રજુઆત કરી હતી,જે ફળદાયી નિર્ણય ન આવતાં શ્રમજીવીઓએ કોંગ્રેસના નગરસેવક અંકીત બારોટને ચર્ચા કરતાં આ પ્રશ્ને સામાન્ય સભામાં ચર્ચા કરવા જતાં તેમને વેલની બહાર કાઢી મૂક્યા હતા, ત્યારે મનપાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભારે હોહા મચી હતી, અને શ્રમજીવીઓનો પ્રશ્ને ધમાચકડી રાજકીયમાં શ્રમજીવીની હાલત કફોડી થઇ ગઇ હતી, ત્યારે એકબાજુ સરકાર દ્વારા તમામ શ્રમજીવીને લોન આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ દબાણ હટાવોની ઝુંબેશથી અનેક ની રોજગારી છીનવાઇ છે, ત્યારે સરકારના નિર્ણયોને પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.