મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે પ્રારંભ

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસાણા ખાતે ત્રી- દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો -૨૦૨૩નો પ્રારંભ થયો છે.

 

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, સરદાર ધામ અને ગુજરાત પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રિ-દિવસીય મેગા એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર સહરાનિય છે.

 

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. એટલુ જ નહિ આજે ગુજરાત તમામ ક્ષેત્રોમાં ખુબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.

 

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વિકાસની રાજનીતિને કારણે આજે ગુજરાતના દરેક ગામડાઓ સુધી પાક્કા માર્ગ અને વીજળી પહોંચી છે. વીજળી અને રસ્તાઓ બનવાને કારણે સરળતાથી પાણી પણ ગામડાઓ સુધી પહોંચ્યું છે.

 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિત દરેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી તાજેતરમાં રાજકોટના જસદણના આટકોટમાં લોકાર્પણ કરેલી અત્યાધુનિક હોસ્પિટલનું ઉદાહરણ આપતા કહ્યું કે, આજે ગ્રામ્ય લેવલે આવી અધ્યતન ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તે આપણા સૌ માટે એક ગર્વની વાત છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો હતો તેનો અનુભવ આજે દેશ અને સમગ્ર દુનિયાને થઈ રહ્યો છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

મુખ્યમંત્રી શ્રીએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરમાં થયેલી વિદેશ યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કરેલા અવિરત વિકાસના કાર્યોને કારણે ભારતનું નામ આજે વૈશ્વિક સ્તર પર ગાજી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એ તો ત્યાં સુધી કહ્યું હતું કે ‘મોદી ઇઝ અ બોસ’, જે સૌ ભારતના સૌ નાગરિકો માટે એક ગૌરવની વાત છે.

 

મુખ્યમંત્રી શ્રીએ મહેસાણા ખાતે આયોજિત ગ્લોબલ પાર્ટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝ મેગા એક્સ્પો -૨૦૨૩ની વાત કરતા કહ્યું કે, આ એક્સ્પોમાં ૩૦૦ જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થઈ રહ્યું છે. આ એક્સ્પો એટલા માટે પણ મહત્વનો થઈ જાય છે કે પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કર્યો છે તે પણ એક સહરાનીય છે. યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે આ એક્સ્પો અનેક તકો લઈને આવ્યું છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં છેલ્લા ૩ વર્ષથી ગુજરાત ટોપ પર છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

 

આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આયોજન અને માર્ગદર્શન મુજબ ગુજરાત સતત આગળ વધી રહ્યું છે.વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું અનુકરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે અને તેણે આજે દેશભરમાં આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નવી વિકાસની તકો માટે સતત ચિંતન કરતા રહે છે અને માર્ગદર્શન પૂરું પાડતા રહે છે. ગુજરાતમાં સતત ઇનોવેશન અને આવિષ્કારો થઈ રહ્યા છે, સ્ટાર્ટઅપ વિકસી રહ્યાં છે, જે આવનારા સમયમાં ઉદ્યોગ ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે અને દેશને નવી ઊંચાઈએ પહોંચાડવામાં યોગદાન આપશે.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મહેસાણાએ શિક્ષણનું મૂલ્ય સમજીને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારા પ્રયાસો થયા, પરિણામે મહેસાણા આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. શિક્ષણનો વ્યાપ વધતા જ આજે આટલો વિકાસ સાધી શક્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું.

 

બિઝનેસ મેગા એક્સપો અંગે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આવા ઉપક્રમોને કારણે બિઝનેસમેન એક છત તળે એકત્ર થાય છે અને બિઝનેસના નવા આયામો સર્જાય છે, સાથે સાથે નવી તકો ઉપલબ્ધ થાય છે. ઉદ્યોગ સાહસિકો પરસ્પર નજીક આવે છે અને સહિયારી પ્રગતિ કરે છે.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ દેશ હોય ત્યાં પટેલ સમુદાય અચૂક જોવા મળે છે. પહેલેથી જ શાંતિપ્રિય એવા પાટીદારો દુનિયાભરના દેશોમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને દરેક દેશમાં તેમને આવકાર મળી રહ્યો છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ અન્ય તમામ સમાજને સાથે રહીને ચાલે છે. વિકાસ માટે સૌને સહભાગી બનાવે છે અને નવી તક પૂરી પાડે છે, એવું તેમણે ઉમેર્યું હતું.

 

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમય સાથે બદલાતી ટેકનોલોજી અને ઇમર્જિંન ઉદ્યોગમાં કૌશલ્યવાન માનવ સંસાધનની જરૂર પડશે, જેને ધ્યાનમાં રાખીને નવી સ્કીલ શીખવતા કોર્સિસ રાજ્યમાં શરૂ થયા છે, એ નોંધનીય છે.

 

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સરદારધામ દ્વારા આયોજિત આ એક્સ્પોમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો એ મારા માટે આનંદની વાત છે. જ્યારે સમાજ આ પ્રકારે દુરંદેશી વિચારથી કાર્યક્રમોનું આયોજન કરે ત્યારે ચોક્કસથી યુવાધનને દિશા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજના યુવાનોએ ૨૧મી સદીમાં સમાજ માટે શું કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

સરકારની કામગીરી વિશે વાત કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર વેપાર ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા ૨૦૨૪માં વાઇબ્રન્ટ સમિટ યોજવા જઈ રહી છે.

 

અંત્રે ઉલ્લેખનિય છે કે, આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેગા એક્સ્પોમાં આશરે ૩૦૦ જેટલા વિવિધ વેપાર-ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો છે. સરદારધામ આયોજિત મિશન – ૨૦૨૬ અંતર્ગત આર્થિક અને ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે GPBO ઉત્તર ગુજરાત ઝોન આયોજિત GPBO મેગા એક્સ્પો-૨૦૨૩ યોજાયો છે.

 

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, ઉમિયા ધામ ઊંઝા સંસ્થાનના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલ, મહેસાણાના સાંસદ શ્રીમતિ શારદાબેન પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ,શ્રી કિરીટભાઈ પટેલ, સરદારધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા (વર્ચ્યુઅલ ઉપસ્થિતિ) તથા ટ્રસ્ટીઓ, દાતાઓ, વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com