અમદાવાદ
વિકાસ સહાય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની સુચના મુજબ.વી.ચંદ્ર શેખર પોલીસ મહાનિરીક્ષક અમદાવાદ વિભાગ અમદાવાદ તથા અમિત વસાવા પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદની અધ્યક્ષતામાં રાજયના શહેર/ જીલ્લાઓ ખાતે માર્ગ અસ્માતમાં મૃત્યુદરની સંખ્યામાં વધારો થયેલ જેથી Irad એપ્લીકેશનના માધ્યમથી મુલ્યાકન કરતા અત્રેના જીલ્લાના ૧૩ પોલીસ સ્ટેશનના અલગ અલગ ધોરીમાર્ગો ઉપર કુલ- ૩૪ હોટ સ્પોટ શોધી કાઢવામાં આવેલ જે ધોરીમાર્ગો ઉપર વધારે પ્રમાણમાં અકસ્માતો થયેલ હોય તેવા સ્થળો ઉપર ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર કાર્યવાહી કરવા તેમજ આજુબાજુના સ્થળો ઉપર આવેલ ઇન્ડ્રસ્ટીયલ વિસ્તાર /શાળા-કોલેજો / હોટલા ધાબા/ ગામ્ય વિસ્તાર ટ્રાફીક જાગૃતિના પ્રોગ્રામ કરવા આગામી ત્રણ માસ સુધી પાયલોટ પ્રોજેકટનું આયોજન કરવામાં આવેલ છે જે પાયલોટ પ્રોજેકટ અંતગર્ત વધુમાં વધુ કાર્યવાહી કરવા તેમજ કાર્યક્રમો યોજી અકસ્માતોનો ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે જે પાયલોટ પ્રોજેકટ અંતગર્ત આજ રોજ અમદાવાદ વિરમગામ હાઇવે રોડ ઉપર આવેલ સાણંદ ટોલ પ્લાઝા ખાતે ખાતે ક્રિષ્ના શેલ્બી હોસ્પીટલ ધુમા બોપલના ડો. અક્ષય સહાયતા તથા મેહુલભાઇ ભોજક અને એલ & ટી કંપનીના પ્રોજેકટ મેનેજર રાજેશ ત્રિલોકાની તથા રૂટ મેનેજર બિપીનભાઇ મેવાડા અને સ્ટાફના સહયોગથી આઇ ચેક અપ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને આ મેડીકલ કેમ્પમાં ડ્રાયવરોની આંખનું ચેક અપ કરી ડ્રાયવરોની આંખમાં રહેલ ખામી દુર કરવા ડ્રાયવરોને ચશ્માનું વિતરણ કરવામાં આવેલ છે જેથી રાત્રીના સમયે થતા એકસીડેન્ટમાં ઘટાડો કરી શકાય.