ચોરી કરેલ મોટર સાયકલ સાથે એક વ્યકિતને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના અનાર્મ હેડ કોન્સ. મુકેશગીરી જગદીશગીરી, અ.હેડ.કોન્સ. સંજયસિંહ સગરસંગભાઇ, અ.હેડ.કોન્સ. મુકેશભાઇ રામાભાઇ, અ.હેડ.કોન્સ. કૃષ્ણરાજસિંહ હનુભા, અ.પો.કોન્સ. દિક્ષીતકુમાર મહેન્દ્રભાઇ તથા અ.પો.કોન્સ. મુકેશભાઇ કાનજીભાઇ દ્વારા વાહન ચોરી કરનાર આરોપી દિપક ઉર્ફે દુર્લભ રતીલાલ દાતણીયા ઉ.વ.૨૬ રહે. બ્લોક નં.૫/૧૫૭, જયેન્દ્ર પંડીતનગર ચાર માળીયા, સફલ-૧ ની બાજુમાં, ન્યુ ક્લોથ માર્કેટ પાસે, કાગડાપીઠ, અમદાવાદ શહેરને અમદાવાદ, સારંગપુર સર્કલ પાસે કોટની રાંગ તરફ જવાના રોડ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી નંબર વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ. ચેસિસ નં.MBLHAR088HHF52646 તથા એન્જીન નં.HA10AGHHFG4755 કિંમત રૂ.૫૦,૦૦૦/- મત્તાનો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે. આરોપીને સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપીએ આજથી આશરે એકાદ મહિના પહેલા કાગડાપીઠ, ન્યુ કોલ્થ માર્કેટ પાસે, હનુમાનજીના મંદિર સામે હિરો હોન્ડા સ્પેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-27-CA-3477 પાર્ક કરેલ હોયેલ હતુ. આ મોટર સાયકલ તેણે આશરે પંદર દિવસ સુધી ત્યાં જ પાર્ક થયેલ જોયેલ. આરોપી પાસે મોટર સાયકલ ન હોવાથી ફરવા માટે આ મોટર સાયકલની આરોપીએ ચોરી કરી લીધેલ હતુ. જે મોટર સાયકલ ચાલુ થતું ન હોય, મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી મોટર સાયકલ છૂપાવી મૂકી દિધેલ હતુ. આજરોજ ઉપરોક્ત ચોરી કરેલ મોટર સાયકલ રીપેર કરાવવા માટે જતો હતો.આરોપીને ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૪૨૩૦૨૫૪/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯ મુજબના વાહન ચોરીના ગુનાના કામે સોપવામાં તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com