રથયાત્રામાં પહિંદવિધિનું અનેરું મહત્વન છે. રથયાત્રા પૂર્વે રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રા સાફ કરે, તે વિધિને પહિંદવિધિ કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે.
માન્યતા છે કે રાજ્યનો રાજા એ જગન્નાથજીનો પ્રથમ સેવક ગણાય છે. તેથી રથયાત્રા પહેલાં રાજા આવી સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી છે. ગત વર્ષે પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી હતી. જ્યારે કે એ પહેલા તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.
ભગવાન જગન્નાથજી રથયાત્રામાં પહિંદ વિધિનું અનોખું મહાત્મય છે. જેમાં નાથની નગરયાત્રા પહેલા પહિંદ વિધિ કરવાનું અનોખુ મહત્વ ધરાવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે રાજ્યના મુખ્યમંત્રી જગન્નાથજીનો પ્રથમ સેવક હોવાથી તેમના દ્વારા સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવે છે. ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી કુલ 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને થયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદવિધિ કરી હતી.