ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ ૨૫,૨૬ અને ૨૭ જૂન ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ચાલનારા ભાજપાના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત તા. ૨૫ જૂનના રોજ શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટે વોર્ડ ૬ ખાતે અલ્પકાલીન વિસ્તારકોને કીટ આપી પ્રસ્થાન કરાવ્યું તેમજ ડોર ટુ ડોર સંપર્ક કરી કેન્દ્રની ભાજપ સરકારની છેલ્લા ૯ વર્ષની ઉપલબ્ધીઓની પત્રિકાનું વિતરણ કરી ૯૦ ૯૦ ૯૦ ૨૦૨૪ નંબર પર મિસ્ડ કોલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના મજબૂત, નિર્ણાયક અને દૂરંદેશી નેતૃત્વને સમર્થન કરવા અપીલ કરી હતી. આ તકે પ્રદેશ દ્વારા નિમાયેલા ઇન્ચાર્જ પ્રવીણભાઈ પંડ્યા, અલ્પકાલીન વિસ્તારક યોજનાના મહાનગરના સંયોજક વાસુદેવભાઇ પટેલ, મફતભાઈ દેસાઈ, વોર્ડ સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટે કુડાસણ ખાતે મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષ પ્રિયા પટેલ તેમજ મહિલા મોરચાની કાર્યકર્તા બહેનો સાથે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાની મહિલા લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. મહાનગરના તમામ વોર્ડમાં આગેવાનો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓએ ડોર ટુ ડોર નાગરિકોનો સંપર્ક કરવાની શરૂઆત કરી હતી.