વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજીપ્તમાં દેશનું સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ પોતાના હાથે PM મોદીને સમન્માનિત કર્યા. આ પહેલા તેઓ વોર મેમોરિયલ અને અલ-હકીમ મસ્જિદ પણ પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજિપ્ત દ્વારા સ્ટેટ ઓનર ‘ઓર્ડર ઓફ ધ નાઈલ’ એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીએ તેમને આ સન્માન પોતાના હાથે આપ્યું હતું. અગાઉ તેમણે બોહરા સમુદાયની મસ્જિદ અલ-હકીમની મુલાકાત લીધી હતી. તેઓ કૈરોમાં હેલિયોપોલિસ કોમનવેલ્થ વોર મેમોરિયલ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે ભારતીય સેનાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.
નરેન્દ્ર મોદી 26 વર્ષમાં દ્વિપક્ષીય મુલાકાતે ઇજિપ્તની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. વડાપ્રધાન મોદીએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અલ-સીસી સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીની ઇજિપ્તની મુલાકાત ખૂબ જ ખાસ છે. ભારત સપ્ટેમ્બર મહિનામાં જી-20 દેશોની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ અલ સીસી પણ ભારત આવશે. ઇજિપ્ત G20 નો ભાગ નથી પરંતુ ભારતના વિશેષ આમંત્રણ પર તે વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની બેઠકમાં ભાગ લેશે.