સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ અનેરી સિદ્ધિઓ મેળવી છે.જર્મની ખાતે યોજાયેલ વર્લ્ડ ગેમમાં ગુજરાતના મનોદિવ્યાંગોએ 14 મેડલ સાથે વિશ્વભરમાં ગુજરાતનું નામ ગુંજતું કર્યું છે. જેમનું અમદાવાદ એરપોર્ટ પર ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુંજર્મની ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં 190 જેટલા દેશના 7000 કરતાં વધારે સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલા 14 એથ્લેટ અને 10 કોચ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે જર્મની ખાતે જુદી જુદી રમતોમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. વર્લ્ડ ગેમ્સની શરૂઆત પહેલાં જ વિશ્વભરમાંથી આવેલ જુદા જુદા ડેલિગેશન માટે હોસ્ટ ટાઉન પ્રોગ્રામ ફ્રેન્કફર્ટ શહેર ખાતે યોજયો હતો, જ્યાં ગુજરાતી ગરબાથી બધાના દિલ જીતી વર્લ્ડ ગેમ્સમાં ગુજરાતની ટીમે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 17 જૂને ઓપનિંગ સેરેમની, ભવ્ય ટોર્ચ રન અને આતશબાજી સાથે વર્લ્ડ ગેમ્સનો શુભારંભ થયો અને 17 થી 25 જૂન સુધી જુદા જુદા ગ્રાઉન્ડ પર જુદી જુદી સ્પોર્ટ્સ ઇવેન્ટ, કલ્ચરલ પ્રોગ્રામ, હેલ્થ ચેક અપ, યંગ એથ્લેટ, જેવા અનેક પ્રોગ્રામ યોજાયા હતા. ગુજરાત સ્પેશયલ ઓલિમ્પિકસ લોકડાઉન દરમ્યાન ઓનલાઈન અને ત્યારબાદ જુદા જુદા કેમ્પ દ્વારા આપવામાં આવેલ સતત તાલીમના કારણે આપણા ગુજરાતી મનો દિવ્યાંગ રમતવીરોએ વર્લ્ડ ગેમ્સમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર, અને 4 બ્રોન્ઝ મેડલ મળી કુલ 14 મેડલ સાથે આગવું સ્થાન મેળવી ભારતના રાષ્ટ્ર ધ્વજને ઉચ્ચ સન્માન અપાવ્યું છે. આ ઉપરાંત 3 ખેલાડીઓએ 4th અને 5th સ્થાને રહી રીબીન પ્રાપ્ત કરી હતી. 14 મેડલ સાથેની આ સિધ્ધિ લઈ ખુશ ખુશાલ મિજાજમાં આજરોજ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરી બહાર આવતા ખેલાડીઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો. જેને પગલે બુધવારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતને સ્પેશ્યલ ઓલિમ્પિકસ ગુજરાત સમિતિ, સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વીસી પ્રો. ડો. અર્જુનસિંહ રાણા, સ્પેશિયાલિટી ગુજરાતના પેટ્રન રાકેશભાઈ શાહ અને સમગ્ર શિક્ષાના સચિવ મહેશભાઈ મહેતાએ ડી.જે.ના સૂર સાથે વધાવી નાચ ગાન સાથે સ્વાગત કર્યું હતું.ગુજરાતના મનોદિવ્યાંગ ખેલાડીઓને ઉચ્ચતમ સ્થાન માટે સતત પ્રયત્નશિલ અને હાલ સ્પેશ્યિલ ઓલિમ્પિકસ ભારતના જનરલ સેક્રેટરી ડો. ડી.જી. ચૌધરીએ વિજેતા ટીમ અને તેમના કોચ તથા પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવી હતી.