મનપાના એક હોદ્દેદાર વિરુદ્ધ પ્રભારીને ફરિયાદ, ભાજપના 41 માંથી 30 જેટલા એ પલિતો ચાપ્યો

Spread the love

ગુજરાતનું કહેવાતું Gj- 18 મહાનગરપાલિકા ખાતે ભાજપના જ નગરસેવકોએ Gj- 18 ના પ્રભારી નૌકાબેન પ્રજાપતિને ફરિયાદ કરી છે, ત્યારે એક હોદ્દેદાર મોટાભાગના વિકાસના કામો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ મોટા ભાગની તેમના મતવિસ્તારમાં તાણી ગયા છે, અમારે કરવાનું શું?? દરેક નગર સેવકને વિકાસની જે ગ્રાન્ટો છે તેમાં વ્યવસ્થિત રીતે આયોજન કરવું જોઈએ ,હોદ્દેદારને જે ગ્રાન્ટ મળે છે, તે વધારે હોઈ શકે પણ કરોડો રૂપિયાના વિકાસના કામો ફક્ત તેમના જ વોર્ડમાં થાય તો પ્રજામાં કામ ન થતા હોહા મચી છે ,તંત્રને તથા અધિકારીને ફોન કરવા છતાં ફોન ઉપાડતા નથી અને ફોન પણ પછી કરતા નથી, ત્યારે સૌથી વધારે કફોડી હાલત મહિલા નગર સેવકના પતિઓની છે, ત્યારે એક હોદ્દેદાર વિરુદ્ધ હાલ 30 જેટલા નગરસેવકોએ ફરિયાદનો પલિતો ચાપતા ઉચ્ચ કક્ષાએ શું નિર્ણય લેવાય છે, તે જોવું રહ્યું ,બાકી નગર સેવકોની પીપૂડી વાગે છે કે કેમ?? તે યથાર્થ પ્રશ્ન છે, હા, વિકાસના કામો પૂરપાટ વેગે થયા ખરા ,પણ સીમિત વિસ્તારમાં થયા હોવાની પણ પૃષ્ટિ મળેલ છે ,ત્યારે હવે ટૂંકા જ મહિનાઓમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ,ત્યારે ભારતના વડાપ્રધાન ગુજરાતના ભવિષ્યની હર હંમેશા ચિંતા કરે છે, અને કેન્દ્ર સરકારની લાખો નહીં પણ કરોડોની ગ્રાન્ટ તો Gj- 18 ના વિકાસ માટે ફાળવે છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પણ મતવિસ્તાર ગાંધીનગર હોવાથી તેમની પણ કરોડોની ગ્રાન્ટ વિકાસ માટે આવી રહી છે ,ત્યારે પીએમ કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી મનપાને ચાર હાથે વિકાસ માટે ગ્રાન્ટો આપી રહ્યા છે, ત્યારે ચોક્કસ વિસ્તારનો જ વિકાસ થતો હોવાની ફરિયાદો ઉઠવા પામતા અને નગરસેવકોની ગ્રાન્ટો તો નાના કામોમાં જ વપરાઈ જાય છે.

ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર ભૂવાઓ પડતા અનેક નગર સેવકોને રહીશો ના ફોન આવતા નગરસેવકો તંત્રને ફોન કરતા તંત્ર ફોન ન ઉપાડતા આખરે નગર સેવકોને પ્રજા ગાળો આપી રહી છે, જે મનપા ઉપર પહેલા હોદ્દેદારોની પકડ હતી તે ઢીલી પડી ગઈ છે ,તંત્રને હવે કોઈ જીગરથી ખબરદાર કહેવા તૈયાર નથી ,હવે સાત થી આઠ મહિના હોદ્દેદારોની ટર્મ બદલવા ની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એક હોદ્દેદાર સામે મોરચો ખુલતા પ્રદેશ કક્ષાએ ભલે ફરિયાદ થઈ હોય પણ અગાઉના કામોના ડેટા પણ જોવાતા હોય છે, ત્યારે હમણાં મહાનગરપાલિકામાં નગરસેવકોને મેયર ,ડેપ્યુટી મેયર ચેરમેનની સીટના સપના જોઈ રહ્યા છે, બાકી ત્રણ સીટ છે એમાં એક મહિલા મેયર અત્યારે હોદ્દેદારોની નવી નિમણૂક બાદ જ અંદરો અંદર ખટરાગ વધે તો નવાઈ નહીં્ બાકી અત્યારે એકબીજાના ઝભ્ભા ખેંચવાનું તો ચાલુ જ છે આજે મહાનગરપાલિકા દ્વારા જે ખર્ચ વિકાસમાં કરવામાં આવ્યો છે તેમાં ઘણા જ પ્રોજેક્ટ ફેલ ગયેલા છે. આજે લાઈબ્રેરીની વાત કરીએ તો આ પ્રોજેક્ટ અગાઉ જે ગાડી દરેક સેક્ટરમાં ફરી રહી છે ,તેમાં વાચકો કેટલા? ધોળા હાથી જેવો ખર્ચ છે, ત્યારબાદ સાઉન્ડ સિસ્ટમ, ખુરશીઓ, પાંજરા અને કચરો ઘરે ઘરે લેવા આવે તે નવી ફરી સ્માર્ટ ઘડિયાળ ખરીદવાતૈયારી આરંભી છે.અગાઉ ખરીદેલી સ્માર્ટ ઘડિયાળો ફેઇલ ગઈ હતી ,જોવા જઈએ તો આ ઘડિયાળની જે કિંમત દર્શાવી છે, તે ખરેખર 25% ના ભાવમાં ચાઇના થી લઈને બીજી કંપનીઓની મળે છે ,ત્યારે હવે મહાનગરપાલિકામાં ઘણી જ વસ્તુઓ ના મૂદે બખડ જંતર ઉભુ થયું છે.

અગાઉની સ્માર્ટ ઘડિયાળો ક્યાં ગઈ? કોન્ટ્રાક્ટર સ્માર્ટ સિટી હેઠળ સ્માર્ટ ઘડિયાળના નાણા લાખોમાં ભર્યા છે, હાલ જૂની સ્માર્ટ ઘડિયાળ કેટલી પડી છે? તે યથાર્થ પ્રશ્ન છે ? બાકી પીએમ, કેન્દ્રીય ગૃહ મંત્રી ,મુખ્યમંત્રી છે એટલે મનપાનું ગાડું ચાલે છે, બાકી હમણાં દાદા કહી દે કે હવે ઘર જાતે ચલાવો આત્મનિર્ભર બનો તો શું મહાનગરપાલિકા વહીવટ ચલાવી શકે ખરું?? ત્યારે 108 કર્મચારીઓની ભરતી કરી બધા પોતાના મામકાઓને મૂકી દીધા ,હજુ 120 જેટલા ભલામણોનો દોષ ચાલુ જ છે ,જેથી પાછલા બારણેથી મુકવાનું આખું ભરતીનુંસેટિંગ ડોટ કોમ ચાલી રહ્યું છે.

Box
મહાનગરપાલિકામાં 108 માણસોની ભરતી બાદ નગરસેવકોને કોઈ જ કોટો નહીં ,સચિવાલયથી લઈને અધિકારીઓની ભલામણોથી 108 માં નવા તમામ ચેહરા સરકાર ખર્ચ બચાવા અનેક સરાહનીય પ્રયત્ન કરી રહી છે, ત્યારે હવે મહાનગરપાલિકા દે ધનાધન ખર્ચ કરવામાં પાવરધી બની છે.

સ્માર્ટ વોચ હવે અગાઉ જે ખરીદી હતી તેના કરતાં મોંઘી ,શું સ્માર્ટ વોચ ની કિંમત અગાઉ કરતાં પણ મોંઘી કેમ? મનપા દ્વારા લાઇબ્રેરી ,સ્માર્ટ વોચ, ખુરશી ,ભૂંગળા ખોટા ખર્ચા નથી તો શું છે? દાદા જે દિવસે આત્મા નિર્ભર બનવાનું કહેશે તો મનપાને પગારથી લઈને વિકાસના કામોમાં પણ ફાફા થઈ જાય.

108 ની ભરતીથી અનેક નગર સેવકોમાં આ પ્રશ્ને તેલ રેડાયું છે, પેટમાં દુખે અને કુટે માથું, ત્યારે હવે એક હોદ્દેદાર સામે જે ખાનગીમાં મોરચો ખુલ્યો છે ,તેમાં નગરસેવકોના કામો થતા નથી પણકયા કામો? તે યથાર્થપ્રશ્ન છે.
બોક્સબોક્સ
કોન્ટ્રાક્ટરોમાં પણ હોહા – સ્ટેન્ડિંગમાં પાસ થયા બાદ ઓર્ડર મળતો નથી, એક મહિનાથી દોઢ મહિને ઓર્ડર જે મળે તેમાં પણ નથી નવી શરતો, ત્યારે જેટલા કોન્ટ્રાક્ટર આવ્યા તેમાં કોસ્ટ પણ વધી હોય ની ચર્ચા તો નુકસાન કોને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com