AMC મેયર કિરીટ પરમારે યુ ટવેન્ટી મેયરલ સબમીટમાં ભાગ લેનાર ૯૦ થી વધારે મહાનુભાવોને હેરિટેજ વોકનો અનુભવ કરાવડાવ્યો

Spread the love

કાલુપુર સ્વામિનારાયણ મંદિર , દલપતરામ ચોક , શાંતિનાથની પોળ , ટંકશાળની હવેલી , હરકુંવર શેઠાણી ની હવેલી અને જામા મસ્જિદ ની મુલાકાત લીધી

અમદાવાદ

આજરોજ તારીખ 7 જુલાઈ 2023ના રોજ અમદાવાદના મા મેયર કિરીટ પરમાર દ્વારા યુ ટવેન્ટી મેયરલ સબમીટમાં ભાગ લેવામાં આવેલ 90 થી વધારે મહાનુભાવોને અમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ હેરિટેજ વોકનો અનુભવ કરાવડાવ્યો અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર , દલપતરામ ચોક , શાંતિનાથની પોળ , ટંકશાળની હવેલી , હરકુંવર શેઠાણી ની હવેલી અને જામા મસ્જિદ ની મુલાકાત કરાવેલ છે. મહાનુભાવો દ્વારા અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો વિશે માહિતી મેળવી અને અમદાવાદના ઇતિહાસ વિશે જાણ્યું મંદિરથી શરૂ થઈ મસ્જિદ પર પૂરી થતી અમદાવાદની સુપ્રસિદ્ધ હેરિટેજ વોક ઉપર વિવિધ દેશોના મહાનુભાવોએ અમદાવાદ શહેરનો મિજાજ માણ્યો.*U20 મેયરલ સમિટમાં પધારેલા દેશ-વિદેશના ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો. વિશ્વના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’ – અમદાવાદમાં ડેલીગેટ્સે હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા.મેયર  કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં.વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એવા અમદાવાદના આંગણે G20 અંતર્ગત યોજાવા જઈ રહેલી બે દિવસીય U20 મેયરલ સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સે ‘હેરિટેજ વોક’ દ્વારા અમદાવાદનો ઐતિહાસિક વારસો નિહાળ્યો હતો.કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે સૌ આમંત્રિતોનું પરંપરાગત નૃત્યો અને વાદ્યોના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના મેયર શ્રી કિરીટભાઇ પરમાર દ્વારા સૌ મહેમાનોને આવકારવામાં આવ્યાં હતા તથા હેરિટેજ વોક અને તેના મહત્વ અંગે ટૂંકમાં માહિતગાર કરવામાં આવ્યા હતા. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને જામા મસ્જિદ સુધીની હેરિટેજ વોક દરમિયાન ડેલીગેટ્સે 22 જેટલા ઐતિહાસિક વારસાની ધરોહર સમાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિર, કવિ દલપતરામ ચોક, કેલિકો ડોમ, લંબેશ્વરની પોળ, દોશીવાડાની પોળ, ઝવેરીવાડ, અષ્ટાપદજી દેરાસર, હરકુંવર શેઠની હવેલી, ફર્નાન્ડીસ પુલ, માણેક ચોક, રાણીનો હજીરો, જામા મસ્જિદ સહિતના સ્થળોની મુલાકાત લઈને દેશ-વિદેશથી પધારેલા મહેમાનોએ હેરિટેજ ઈન્ફ્રાસ્ટ્રકચર, ધર્મસ્થાનો, કોતરણી કામ, પોળ, ઓટલા, ચબૂતરા સહિત વિવિધ સ્થાપત્યોને નિહાળ્યા હતા. અંગ્રેજી ભાષાના જાણકાર ગાઈડ્સ દ્વારા મહેમાનોને ત્રણ ટુકડીઓમાં સમગ્ર હેરિટેજ રૂટના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વથી અવગત કરાવવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com