ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. લોકડાઉનના ૬૫ દિવસ બાદ ધીમે ધીમે અનલોક ભારત અને અનલોક ગુજરાત થઈ રહ્યું છે તે વચ્ચે એ પણ હકિકત છે કે ગુજરાતમાં કોરોનાના કેસ ૧૭ હજાર નજીક ૫ હોંચી ગયા છે. ગુજરાતમાં કોરોનાને કારણે ૧000થી વધારે લોકોના જીવ પણ ગયા છે. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે લોકડાઉનના કડકપણે અમલ માટે સીએમ, ડે. સીએમ સહિત ધારાસભ્યો કોપ રિટરોએ મીટિંગ કરી હતી.
આ મીટિંગ બાદ જ સાંજે રીપ પોર્ટમાં ઈમરાન ખેડાવાલા ૫ ગેઝીટીવ આવ્યા હતા. જેના પગલે સીએમ, ડે. સીએમ હોમ ક્લોરોન્ટાઈન થયા હતા. ગુજરાતમાં સામાન્ય માણસથી લઈને નેતાધારાસભ્યો અને કોર્પોરેટરો પણ બાકાત રહ્યા નથી. – અમદાવાદમાં ભાજપ ના નિકોલના ધારાસભ્ય જગદિશ પંચાલ બાદ વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત મળી આવ્યા છે. નરોડા વિધાનસભાના ભાજપના ધારસભ્ય બલરામ થવાનીનો સોમવારે કોરોના રિપોર્ટ પ ઝીટીવ આવ્યો છે. તેઓએ નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અમદાવાદ નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી દ્વારા લોકોને રાશનકીટ વિતરણ કરતા વખતે કોરોના સંક્રમણ લાગ્યાની સંભાવના છે. હાલમાં બલરામ થવાણીને કોરોનાના કોઈ લક્ષણો નથી. છતાં પણ તેમનો રિપોર્ટ પ ઝીટવ આવ્યો છે. ગત રાત્રે અમદાવાદ હાટકેશ્વર ભાઈપ તુરા વોર્ડના ભાજપા કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાને પણ અચાનક શ્વાસ લેવામાં તકલિફ થવા લાગી હતી. તે પછી તેઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેઓને પણ કોરોના હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદમાં અત્યાર સુધી ૭ કોર્પોરેટરો અને ત્રણ ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસના સીનિયર લિડર તેમજ બહેરામપુરાના કોર્પોરેટર ગ્યાસુદીન શેખનું કોરોનાને કારણે મોત પણ થયું છે. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ભાજપના ધારાસભ્ય જગદિશ પંચાલ પણ કોરોના પોઝીટીવ આવ્યા હતા. ઈમરાન ખેડાવાલા સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. મહાનગરપાલિકામાં વિપ ક્ષના નેતા દિનેશ શર્મા અને તેમની પુત્રી અર્પણ શર્મા પણ કોરોના પોઝીટીવ છે. તેમને એસવીપી હોસ્પિ ટલમાં સારવાર ચાલી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના ૧૬૭૯૪ કેસ આવી ચૂક્યા છે. જેમાં એકલા અમદાવાદમાં જ ૧૧ હજારથી વધારે કેસ છે. અમદાવાદમાં કોરોના મહામારીના સૌથી વધારે કેસ નોંધાયા છે.