ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે પરંતુ મકાન કે ફૂલેટ સસ્તાં થશે, એનું મુખ્ય કારણ સરકારના કરવેરાની ફેરબદલ છે. રાજ્યનું નાણાં ખાતું સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરો ઘટાડવા માગે છે જ્યારે પેટ્રોલિયમ પેદાશો પ રનો વેલ્યુ એડેડ ટેક્સ (વટ) વધારવા માગે છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું છે કે ગુજરાત સરકારની કરવેરાની આવક ઓછી થઈ છે તેથી કોરોના સંક્રમણ સમયે ૫ મેટ્રોલિયમ પેદાશો પર વેટનો દર વધી શકે છે, જ્યારે મહામારીમાં સૌથી વધુ અસર થઈ છે તેવા રિયલ એસ્ટેટ સેક્ટરને બચાવવા માટે અમે સ્ટેમ્પ ડ્યુટીના દરો ઘટાડવાનો વિચાર કરી રહ્યાં છીએ. એનો મતલબ એ થયો કે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ મોંઘો થશે જ્યારે મકાન દસ્તાવેજ નોંધણી અને રજીસ્ટ્રેશનના દરો ઘટતાં થોડાં સસ્તાં પડશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રાહત આપવા માટે કેડાઈ અને બીજા સંગઠનોએ સરકાર પાસે સ્ટેમ્પડ્યુટીના દરો ઘટાડવાની માગણી કરી છે. ગુજરાતની વેરાની આવકમાં ૨૫ ટકાનો સીધો ઘટાડો જોતાં રાજય સરકાર પાસે એકમાત્ર વિકલ્પ વેટના દરો છે, જે માત્ર પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર લાગુ છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કરવામાં આવે તેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજ્યની તિજોરી પર ગંભીર અસર પ ડી હોવાથી સરકાર પેટ્રોલમાં બે ટકા અને ડીઝલમાં એક ટકો વેલ્યુ એડેડ ટેક્સ (વટ) વધારી શકે છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે લોકડાઉનના સમયમાં રાજ્ય સરકારની આવકને મોટી અસર થઈ છે. કર્મચારીઓના પગાર કરવા માટે પણ લોન લેવામાં આવી રહી છે તેવા સંજોગોમાં વેલ્યુ એડેડ ટેક્સની આવક વધારે મળે તે માટે પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસમાં વેટ વધારવામાં આવશે.