ગાંધીનગર જિલ્લામાં કોરોનાના સૌથી ઓછા દર્દીઓ માણસા વિસ્તારમાં નોંધાયા છે અને એક પણ દર્દીનું અત્યાર સુધીમાં મોત નિપજયું હોવાનો એક પણ કેસ ઉજાગર થયો નથી. જયારે બુધવારે અચાનક કોરોના વોરિયર્સ એવા લેબ ટેકનિશિયન ઉપરાંત વધુ છે કેસ માણસા વિસ્તારમાંથી સામે આવ્યા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર માણસાના ઈટાદરાના આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા ૪૪ વર્ષીય કર્મચારીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ કર્મચારી ગલથરાના વતની છે પણ અમદાવાદમાં રહે છે જેથી આ વ્યક્તિના કેસને અમદાવાદમાં ગણાશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિ ચાંદખેડા વિસ્તારના હોવાનું મનાય છે. આ સિવાય માણસા વિસ્તારમાંથી અન્ય સ્થળેથી બીજા પાંચ જેટલા પોઝિટીવ કેસો સામે આવ્યા છે તેમાં ઈન્દ્રપુરામાંથી ત્રણ દર્દીઓ પોઝિટીવ થયા છે. તેમાં ગામમાં બોર ઓપરેટર તરીકે કામ કરતાં ૬૦ વર્ષીય પુરુષ સંક્રમિત થયા છે. તેમાં ઘરના અન્ય છ સભ્યોને હોમ ક્લોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય બે લોકો એવા હતા કે જેઓ ઈન્દ્રપુરામાંથી કરિયાણાના માલસામાન લેવા માટે જતા ૪૦ વર્ષીય બે યુવાનો સંક્રમિત થયા છે. જયારે અમરાપુરમાં વાળ કાપવાની દુકાન ધરાવતા ખરણાના ૪૧ વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી તેમના ઘરના ત્રણ લોકોને ગોમ ક્લોરોન્ટાઈન કરાયા છે. આ સિવાય પ્રતાપનગરમાં રહેતા ૧૩ વર્ષના યુવાનને પગે ફ્રેક્ટર થતા ગાંધીનગર સિવિલમાં તેની સારવાર ચાલતી હતી ત્યારે ઓપરેશન પહેલા રિપોર્ટ કરાવતા તેને કોરોના હોવાનું ઉજાર થવા પામ્યું હતું. આમ માણસા વિસ્તારમાં વધુ ૫ કેસ સામે આવ્યા છે.