રાજ્યના સૌમ્ય, સરળ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિન ૧૫ જુલાઈના રોજ ગાંધીનગર શહેર ભાજપ દ્વારા સમર્પણ મુક બધિર શાળા, સેક્ટર 28ના બાળકો દ્વારા કેક કટિંગ અને નાસ્તો તેમજ સ્પેશિયલ ચિલ્ડ્રન હોમ, સેકટર ૧૯ ખાતે બાળકોને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પરિવાર દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થકી રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ ઉજવાયો હતો. જેમાં શહેર પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ જોડાયા હતા.