આજરોજ નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વોર્ડ પ્રમુખ સ્થાનિક ધારાસભ્યશ્રીઓ દુધનાથ મહાદેવ વાડજ અમદાવાદ ખાતે ટિફિન બેઠકમાં એકત્ર થયા હતા ત્યારે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને તમામ કાર્યકરોની સાથે ટિફિન બેઠકમાં જોડાયા હતા અને તેઓની સાથે ચર્ચા કરીને આ ટિફિન યોજના બાબતની સંપૂર્ણ માહિતી લેતી હતી અને તેમની સાથે તેમણે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.