અનેક ચિંતા આ ચિતામાં જતી રહે, ગમે તેવું દેવું, દુઃખ દર્દ સમસ્યા હોય અને મૃત્યુ બાદ ફક્ત નશ્વર દેહ રહે છે, આજે લોકો ઊંઘની ગોળીઓ લે છે, AC, બંગલો ,ગાડી, પોચા ગાદલાની પથારી તો પણ ઊંઘ ના આવે ,ત્યારે મર્યા બાદ ચિતા પર જીવતો માણસ ગાદલું નાખીને સૂતો છે, આ તસવીર દુર્લભ છે, પણ આજે મૃત્યુને કોઈ સ્વીકારવા તૈયાર નથી, કેટલું કમાયા, તે મહત્વનું નથી, પણ પુણ્યનો ચોપડો કેટલો ભર્યો તે મહત્વનું છે, કહેવત છે કે કાશીનું મરણ, સુરતનું જમણ ,ત્યારે ગંગા પાસેના ધાર ઉપર સ્મશાનમાં જે નનામીને બાળવા જે ચિતા મૂકી છે ,એય મોજથી ઊંઘી ગયો છે, આજના યુગમાં જે દોડધામ માનવ કરી રહ્યો છે, તે ફક્ત એશ આરામ અને ફોર્બસ નામની મેગેઝીન માં સૌથી રીચ એટલે કે પૈસા પાત્રમાં મારું નામ છપાય તે માટે તનતોડ મહેનત કરી રહ્યો છે, શું લાવ્યા હતા, શું લઈ જવાનું છે, કોણ શું લઈ ગયું? આ માર્મિક શબ્દ બધાને ખબર જ છે, પણ તોય દોડધામ શેની? ફક્ત બે રોટલા અને પેટ ભરવા માટે જ ને, પણ ના પેઢીની પેઢીઓને કમાવું ન પડે, સાત પેઢીનું ભેગું કરવામાં ને કરવામાં પોતે પણ પુણ્યશાળી ન બની શક્યા, આજની પેઢી મા-બાપથી દૂર થઈ રહી છે ,ઘરડાઘર ખુલી રહ્યા છે, તો સાત પેઢીનું ભેગું કરવામાં અગાઉની પેઢીને યાદ કોણ કરે છે ,એ બતાવો, પાપ,પુણ્ય ને સુખ ,દુઃખ બધું અહીંયા જ છે, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને જાવ, કંઈક કરીને જાવ, બાકી ઉપર કશું જ લઈ જવાનું નથી, તસવીરમાં ગોદડું પાથરીને સૂતો માણસને કોઈ ચિંતા નથી, સવારે ના ઊઠું તો કાંઈ નહીં, લાકડા લગાવીને દાહ દઈ દેજો,
આજની પેઢીને દવાખાનું, સ્મશાન ,તકલીફોની ખબર જ નથી, એ.સી, ગાડી, બંગલો, જાહોજલાલી સિવાયની ખબર નથી, ત્યારે દરેક પેઢીને સ્મશાન બતાવવું જરૂરી છે ,કોરોના ભૂલી ગયા, અચ્છા અચ્છા અબજોપતિઓને પણ ભગવાનના દ્વાર દેખાઈ ગયા હતા, ત્યારે જીવન પછી મૃત્યુ એક સચ્ચાઈ છે ,આજે અનેક ઝંઝટ – જફાઓ ખંખરીને માનવ જે સૂઈ ગયો છે, તે કહેવત પણ છે કે સ્મશાનમાં શાંતિ મળે, ત્યારે આ સ્મશાનમાં જે લોકો ડાઘુ બનીને આવે છે ,તેમાં ક્યારેય જિંદગીમાં વિચાર ન આવ્યા હોય તેવા ડાહ્યા વિચારો આવતા હોય છે અહીંયા આ કરવું જોઈએ ,આ સગવડ થવી જોઈએ, પણ જેવા ઘરે આવીને માથે લોટો પાણીથી નાહ્યા બાદ સંસારની મોહ માયામા ફરી ગોઠવાઈ જાય છે, ગમે તેટલું ધન કમાયા હોય પણ મૃત્યુ બધાનું એક જ છે અને મૃત્યુ નોધ લખાય ત્યારે નિધન જ લખવામાં આવે .