બળવંતસિંહનું નસીબ ના ચાલ્યું, નરહરીનો ઘોડો હાલ વિનમાં

Spread the love

કોરોના મહામારીની ભયાવહ પરિસ્થિતિ વચ્ચે લોકડાઉન પુરૂ થયુ, રાજ્યસભાની ચૂંટણીઓ જાહેર થયાના ૭૨ કલાકમાં ગુજરાતમાં મતદારોની લાગણીઓનો ફરીથી વેપાર શરૂ થઈ ગયો છે. કરજણથી અક્ષય પટેલ અને કપરાડાથી જીતુ ચૌધરી એમ કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ બુધવારની રાત્રે રાજીનામા આપ્યાનું ગુરુવારે બપોરે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેર કર્યું હતું. અંદરખાને ક્યારથીએ ચાલી રહેલી સોદાબાજીનો બીજો અંક ગુરૂવારે ખુલ્લો પડતા ૧૯મી જૂને રાજ્યસભા ચૂંટણી જીતવા ભાજપના ત્રીજા ઉમેદવારના રસ્તો સાફ હોવાની સ્પષ્ટ ડિઝાઈને આકાર લીધો છે. માર્ચ મહિનામાં પુરતુ સંખ્યાબળ ન હોવા છતાંયે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમિનને ઉતાર્યા તે દિવસથી જ ઓગસ્ટ ૨૦૧૭ની જેમ ભાજપ યેનકેન પ્રકારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અપાવીને જીત મેળવીને જ ઝંપશે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ હતુ. માર્ચમાં એક પછી એક એમ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ અત્યંત નાટકિય ઢબે રાજીનામા આપીને કોંગ્રેસમા નથી ફાવતુ એવો રાગ આલાપ્યો હતો. ૭૭ દિવસ પછી રાજીનામું આપનારા અક્ષય પટેલ અને જીતુ ચૌધરી ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસમાંથી વધુ બે-ત્રણ ધારાસભ્યો રાજીનામું આપી અથવા ક્રોંસવોટિંગ કરશે તેવી અફવાહો ચાલી રહી છે. જે સાચી છે કે ખોટી એ ૧૯મી જુને નૈતિકતાના પારખારૂપે આપોઆપ સ્પષ્ટ થઈ જશે. ૧૮૨નું ફૂલ કોરોમ ધરાવતી ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે બેના રાજીનામા સંદર્ભે અધ્યક્ષની જાહેરાત બાદ હવે ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૭૩એ પહોંચી છે. જેમાં ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૬, ૧ NCP, ૨ મ્ઁ અને ૧ અપક્ષનો સમાવેશ થાયે છે. રાજ્યસભા ચૂંટણીમાં મતદાન થાય ત્યારે એક મતનું મૂલ્ય ૧૦૦ ગણતાં કૂલ મતોનું મૂલ્ય ૧૭,૩૦૦નું થાય. જેને ફોર્મ્યુલા મુજબ ૪ બેઠકો વત્તા એક એમ કુલ પાંચ વડે ભાગતા જીતનો ક્વોટા ૩૪૬૦ વત્તા એક એમ કૂલ મળી ૩૪૬૧ થાય. હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો તો છે જ, તેમાં NCPના કાંધલે પહેલાથી જ સમર્થન જાહેર કરતા ૧૦૪ ગુણ્યા ૧૦૦ કરતા ૧૦,૪૦૦ મુલ્ય છે જ. જે ત્રણ બેઠકો જીતવા ભાજપને જોઈતા ૧૦,૩૮૩ મતથી વધુ છે. સામાપક્ષે અપક્ષ જીગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસ પાસે માત્ર ૬૭૦૦નું મૂલ્ય રહ્યુ છે. જેમાં મ્ઁના બે ધારાસભ્યોનું સર્મથન ભળે તો પણ ખાસ કોઈ ફરક પડે તેમ નથી. પરંતુ, ૧૯મી જૂને ભાજપનો વોટ રદ્દ થાય તેવો ચત્મકાર થાય તો જ શક્તિસિંહ- ભરતસિંહની જોડી જીતી શકે તેમ છે. ગુજરાતમાં જે રીતે પ્રજાએ આપેલા પાંચ વર્ષના પ્રતિનિધિત્વના અધિકારનું વેચાણ ચાલી રહ્યુ છે, વર્ષબવર્ષ કોઈપણ શરમ- છોછ વગર તેને સતત આગળ વધારીને ”નાગરીકોમાં રાજકારણ તો આવુ જ હોય” એવી ધારણાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. આવી વેચાઉવૃતિને કારણે ગુજરાતમાં નાગરિક સમાજજીવન ઐતિહાસિક સ્તરે નીચે ઉતર્યું હોવાની વ્યાપક ચર્ચા ચાલી હતી. જે આવનારી પેઢીઓ  માટે અત્યંત ખરાબ અસરો સર્જશે તેવો ભય વ્યક્ત થયો. ઈન્દીરા ગાંધીના કાળથી ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાઓ ગુજરાતમાં જ્યાંથી ચૂંટણી પ્રચાર આરંભે છે તે વલસાડ જિલ્લામાં પહેલા મોટાપોઢા અને હવે કપરાડા ક્ષેત્ર એમ ચાર ટર્મથી ચૂંટાતા જીતુ ચૌધરી ગતવર્ષે લોકસભા ચૂંટણી લડયા હતા. તેમા અતિશય ખર્ચથી કરોડોનું દેવુ પણ થયાનું કહેવાય છે. હવે ધારાસભ્યપદનો ત્યાગ કર્યા પછી આ ભારણ પણ ઓછુ થાય તો નવાઈ નહી. કરજણથી પહેલી ટર્મના અક્ષય પટેલને કોંગ્રેસમાં ઉપર લાવવામાં બળવંતસિંહ રાજપૂતની ભૂમિકા રહી છે. આ બેઉ વચ્ચે ગુરૂ-ચેલા જેવા સંબંધો છે. ઓગસ્ટ- ૧૭ની ચૂંટણીમાં બળવંતસિંહની ઉમેદવારી વખતે કોંગ્રેસને તોડવા નરહરિની સવિશેષ સક્રિયાતા હતી. હાલ નરહરિને જીતના ફાંફા છે ત્યારે બળંવતસિંહે વડોદરામાં રેતી ખનન મુદ્દે કરોડોના દંડનો સામનો કરી રહેલા અક્ષયને ઉગારવાનો ખેલ પાડયાનું મુળી ભાજપીઓ કહી રહ્યા છે. માર્ચના અંતિમ સપ્તાહે રાજ્યસભાની ચૂંટણી યોજવાની હતી ત્યારે ૧૫-૧૬ માર્ચ સુધીમાં કોંગ્રેસમાંથી મંગળ ગાવિત, સોમા ગાંડા પટેલ, પ્રવિણ મારૂ, જે.વી.કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા એમ પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. બુધવારે વધુ બેના રાજીનામા પડતા અઢી મહિનાના ટૂંકાગાળામાં જ કોંગ્રેસના ૭ ધારાસભ્યો ઓછા થયા છે. જો કે, ૧૪મી વિધાનસભાની અડધી મુદ્દત બાકી છે ત્યાં વિતેલા અઢી વર્ષમાં જ કોંગ્રેસ ૭૭થી નીચે ઉતરીને ૬૭એ પહોંચી ગઈ છે. ડિસેમ્બર-૧૭માં ૭૭ ધારસભ્યો સાથે ઉપર આવેલી કોંગ્રેસમાંથી સૌથી પહેલા કુંવરજી બાવળિયાએ છોડી. લોકસભા ચૂંટણી વખતે ચાર અને ત્યારબાદ બે એમ કુલ અગાઉના ૭ અને હાલના ૭ મળી કોંગ્રેસના ૧૪ ધારાસભ્યો અડધી પીચે જ લોભ લાલચ કે ભયમાં આવીને પ્રજાએ આપેલો જનમત રાજીનામાના પત્રમાં મુકી ચૂક્યા છે. ભાજપના ઈશારે થયેલી આવી હરકતો વચ્ચે વિતેલા અઢી વર્ષમાં ૭ બેઠકોની પેટા ચૂંટણીઓમાં ૩ ક્ષેત્રોમાં કોંગ્રેસને ફરી બેઠી પણ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com