મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. તેના બાદ તેઓએ ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપ્યું છે. આ વાતની પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે. બ્રિજેશ મેરજાએ ઈમેઈલથી પોતાનુ રાજીનામુ મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસના કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. ત્યારે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી વધુ બે ધારાસભ્યોનું રાજીનામુ પડે તેવી શક્યતા છે. મોરબી-માળીયા પંથકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે. અગાઉ બે ધારાસભ્યો તૂટ્યા બાદ હવે સૌરાષ્ટ્રના મોરબીના ધારાસભ્યએ પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભાની બેઠકની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા ભાજપ તોડજોડની રાજનીતિ કરી રહી છે કે પછી પક્ષથી નારાજગીને પગલે ધારાસભ્યો વિરોધી છાવણીમાં ભળી રહ્યાં છે તેવી અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.